×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં શિંદે સરકારના શ્રીગણેશ : પેટ્રોલ-ડીઝલ સસ્તા કરવાની જાહેરાત


મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના સાથે જ જનતા માટે લોભામણી જાહેરાતોની શરૂઆત થઈ છે. એકનાથ શિંદેએ આજે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન તરીકે તેમની પ્રથમ મોટી જાહેરાત કરી હતી. તેમણે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કરવા જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં જ ઈંધણ પરનો વેટ ઘટાડશે. ફ્લોર ટેસ્ટ જીત્યા પછી ચર્ચાનો જવાબ આપતાં સીએમ શિંદેએ ગૃહને જણાવ્યું કે ઈંધણ પરનો વેટ ઘટાડવો જોઈએ અને કેબિનેટ બેઠકમાં ટૂંક સમયમાં વેટ ઘટાડવા અંગે નિર્ણય લેવામાં આવશે.

મુખ્ય પ્રધાને ગૃહમાં જણાવ્યું હતું કે મોટાભાગના ભાજપ શાસિત રાજ્યોએ ઇંધણના ભાવમાં ઘટાડો કર્યો છે, જ્યારે વિપક્ષ શાસિત રાજ્યો ટેક્સ ઘટાડો કરવા તૈયાર નથી. ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 5 અને 10નો ઘટાડો કર્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. મોટાભાગના ભાજપ શાસિત રાજ્યોએ પણ વેટમાં ઘટાડો કર્યો હતો.

સીએમ શિંદેએ કહ્યું કે એપ્રિલમાં વિપક્ષ શાસિત રાજ્યોએ ઈંધણ પર વેટ ઘટાડવાના વડા પ્રધાનના સૂચનને નકારી કાઢ્યું હતું. વિપક્ષ શાસિત રાજ્યોએ પણ અગાઉ એમ કહીને ના પાડી દીધી હતી કે તેનાથી તેમની આવક પર નકારાત્મક અસર પડશે.

જોકે હજી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ કેટલું સસ્તું થશે તે અંગેની આધિકારીક જાહેરાત કરવામાં નથી આવી પરતું ટેક્સ ઘટાડાશે તેમ મુખ્યમંત્રીએ સંકેત આપ્યા છે.