×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સાંજે 5 વાગે નક્કી થશે ઉદ્ધવ સરકારનું ભવિષ્ય: સુપ્રિમ સુનાવણીની સાથે કેબિનેટ બેઠક પણ


નવી મુંબઇ, તા. 29 જૂન 2022, બુધવાર 

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર સંભવિત છે કે અંતિમ ઘડીઓ ગણી રહી છે. શિંદે સમૂહમાં શિવસેના અને સરકારના અંદાજે 50થી વધુ ધારાસભ્યો હોવાના દાવા સાથે સરકાર લઘુમતીમાં હોવાનો દાવો ગઈકાલે બીજેપીના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો. આ રજૂઆતને ધ્યાને લઈને બુધવારે સવારે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ ઉદ્ધવ સરકારને ફ્લોર ટેસ્ટ કરવા માટે જણાવ્યું છે.

ગુરૂવારે સાંજે 5 કલાકે સરકારને ફ્લોર ટેસ્ટના આદેશની સામે શિવસેનાએ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને તેની સુનાવણી આજે સાંજે 5 કલાકે દિલ્હીમાં થવા જઈ રહી છે. જોકે આ ચુકાદાની સાથે વધુ એક મહત્વની જાહેરાત આજે સાંજે 5 કલાકે મુંબઈમાં થઈ શકે છે કારણકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાંજે કેબિનેટની એક મહત્વની બેઠક બોલાવી છે.

અહેવાલ પ્રમાણે આજની આ કેબિનેટ બેઠકમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ જ એકાએક નિર્ણય લઈને ઉદ્ધવ ઠાકરે રાજીનામું પણ આપી શકે છે.



બળવાખોર ધારાસભ્યો ગોવામાં : 

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલે હવે નવો વળાંક લીધો છે. ભાજપ અને અપક્ષના ધારાસભ્યો અસમથી નહિ પરંતુ હવે ગોવાથી મુંબઈની ફ્લાઈટ પકડી શકે છે.

એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના બળવાખોરો આજે ગુવાહાટીથી ગોવા જશે તેવા અહેવાલો મળી રહ્યા છે. બળવાખોરો તાજ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રોકાય તેવી શક્યતા છે અને તે માટે 77 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. સાંજે 4:30 કલાકે પ્રાઈવેટ જેટ ગોવામાં લેન્ડ થાય તેવી શક્યતા છે. ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં એક સપ્તાહના રોકાણ બાદ ધારાસભ્યોને લેવા માટે બસો આવી પહોંચી છે અને સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.