×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધોરણ 10નું 65.18% પરિણામ, સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% પરિણામ


- ચાલુ વર્ષે 9.70 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ગાંધીનગર, તા. 06 જૂન 2022, સોમવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/એપ્રિલ-2020માં લેવાયેલ સેકન્ડરી બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. ધોરણ 10ની પરિક્ષાનું 65.18% પરિણામ જાહેર થયું છે. બોર્ડની વેબસાઈટ WWW.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. આજે જાહેર થયેલ પરિણામોમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ આવ્યું છે. 


આ પરિક્ષામાં કુલ 7,81,702 નિયમિત વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જે પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18% આવ્યું છે. રિપીટર પરીક્ષાર્થીઓ તરીકે 1,40,485 પરીક્ષાર્થીએ ફોર્મ ભર્યા હતા જે પૈકી 1,33,520 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતા તેઓનું પરિણામ 30.75% આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17,944 પરીક્ષાર્થીઓ પૈકી 15,007 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાંથી 2,557 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. તેઓનું પરિણામ 17.04% આવ્યું છે. 


ધોરણ ૧૦ બોર્ડમાં 100% પરિણામ આવ્યું હોય એવી 294 શાળાઓ છે જ્યારે 30% કરતાં ઓછું પરિણામવાળી 1007 શાળાઓ છે. 121 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. 

ધોરણ-10 બોર્ડનું 65.18% પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64% અને સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29% પરિણામ નોંધાયું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો તેનું પરિણામ 63.18% અને અમદાવાદ ગ્રામ્યનું 63.98% પરિણામ આવ્યું છે. બીજા શહેરના પરિણામ પર નજર નાખીએ તો ગાંધીનગર શહેરનું 65.83%, વડોદરા શહેરનું 75.64%, રાજકોટ શહેરનું 72.86%, જામનગર શહેરનું 69.68% અને જૂનાગઢ શહેરનું 66.25% પરિણામ આવ્યું છે.