'ગન વાયોલેન્સ' મુદ્દે વગોવાયેલું પંજાબ અન્ય રાજ્યો સામે હજું બાળક, વાંચો શું કહે છે ડેટા
- મધ્ય પ્રદેશમાં પ્રતિ 1 લાખની વસ્તી સામે દર વર્ષે ઓછામાં ઓછા 14 આર્મ્સ રિલેટેડ કેસ નોંધાયા છે જ્યારે પંજાબમાં આ પ્રકારના કેસની સરેરાશ સંખ્યા 1.4 નોંધાઈ
- પંજાબના અનેક બૌદ્ધિકો, કલાકારો, પ્રોફેસરો, ચળવળકારો કોર્ટમાં જઈને પંજાબી ગીતોમાં ગન વાયોલેન્સના પગપેસારા પર પ્રતિબંધ મુકવા માટે લડી રહ્યા છે
- પંજાબના પાડોશી રાજ્ય હરિયાણામાં દર વર્ષે પ્રતિ એક લાખની વસ્તીએ હથિયારો સાથે સંબંધીત સરેરાશ 7 કેસ નોંધાય છે
નવી દિલ્હી, તા. 02 જૂન 2022, ગુરૂવાર
પંજાબી સિંગર સિધૂ મૂસેવાલાની હત્યા બાદ પંજાબના ગન કલ્ચર અને ગન વાયોલેન્સ અંગેની ચર્ચા ફરી એક વખત જોરમાં આવી છે. જોકે એમ પણ કહી શકાય કે, સિદ્ધૂ મૂસેવાલાએ પોતાના ગીતોમાં જે કલ્ચરને પ્રોત્સાહન આપ્યું હતું તેનો જ તે ભોગ બન્યો. ઉલ્લેખનીય છે કે, મોટા ભાગના પંજાબી ગાયકો તેમના ગીતોમાં ગન કલ્ચર સહિતની બાબતોને પરોક્ષ પ્રોત્સાહન આપતા જણાય છે. પંજાબમાંથી બંદૂકના મહિમાની અનહદ કથાઓ મળી આવશે પરંતુ તેમ છતાં ફક્ત પંજાબ અને પંજાબીઓને આ બાબતે નિશાન પર લેવા તે અન્યાયી કહી શકાય.
એ સાચું કે, મૂસેવાલાએ પોતાના ગીતોમાં બંદૂકનું, હથિયારોનું મહિમા ગાન કર્યું હતું. ટ્વિટર પર તેની છેલ્લી પોસ્ટમાં તે હાથમાં પિસ્તોલ અને ફોન સાથે બેઠેલો દેખાય છે. સાથે જ કેપ્શન આપેલું છે કે, 'યુ ડન?' જેનો અર્થ 'હવે તું ખતમ' કે એ પ્રમાણેનો કરી શકાય.
સિદ્ધૂ મૂસેવાલાની હત્યા અને પંજાબના ગન કલ્ચરને જે રીતે હાઈલાઈટ કરવામાં આવી રહ્યું છે તેના લીધે દેશના અન્ય રાજ્યના લોકો એક રીતે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. લોકો એવું માનવા લાગ્યા છે કે, પંજાબમાં કોઈ પણ સ્થળે ગેંગ વોર ફાટી નીકળે છે. દર બીજી વ્યક્તિ પાસે બંદૂક છે અને કોઈના સાથેની લાંબી દુશ્મનાવટ તમારા મૃત્યુનું કારણ બની શકે છે.
હકીકત એ છે કે, આ અનુમાન વાસ્તવિકતાથી ખૂબ જ વિભિન્ન છે. જો પંજાબ ખરેખર ગેંગસ્ટર્સની ભૂમિ હોય તો શા માટે 'ગેંગ્સ ઓફ વાસેપુર' ફિલ્મ ધનબાદ પર આધારીત છે તે વિચારવું રહ્યું. જો આપણે ગન વાયોલેન્સની વાત કરીએ તો, બીજા એવા અનેક રાજ્યો છે જેના વિશે પહેલા વિચારવું જોઈએ.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના (NCRB) અહેવાલ પ્રમાણે વર્ષ 2016થી 2020 દરમિયાન પંજાબમાં હથિયારો સાથે સંકળાયેલા 2,073 કેસ નોંધાયા છે. તેનો અર્થ વાર્ષિક સરેરાશ 400 કેસ એવો કરી શકાય. હવે પશ્ચિમી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડેટા પર એક નજર કરીએ તો આ જ સમયગાળા દરમિયાન ત્યાં વાર્ષિક સરેરાશ 1,204 કેસ નોંધાયા છે. છેલ્લા 5 વર્ષમાં ગાઝિયાબાદમાં હથિયારો સાથે સંકળાયેલા 6,204 કેસ નોંધાયા છે.
જો વસ્તીની રીતે જોઈએ તો પણ પંજાબમાં હથિયારો અને વિસ્ફોટકો સાથે સંબંધીત બાબતોના ઓછા કેસ નોંધાયા છે.
છેલ્લા 5 વર્ષમાં પ્રતિ 1 લાખની વસ્તીએ પંજાબમાં દર વર્ષે આર્મ્સ રિલેટેડ 1.4 કેસ નોંધાયા છે. આ આંકડો રાષ્ટ્રીય સરેરાશ 4.8 છે તેની સરખામણીએ 3થી 4 ગણો ઓછો કહી શકાય. મતલબ કે, રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ પણ પંજાબમાં આ પ્રકારના ઓછા કેસ નોંધાય છે.
શસ્ત્રો સાથે સંબંધિત કેસ બાબતે મધ્ય પ્રદેશ સૌથી ટોચ પર આવે છે. મધ્ય પ્રદેશમાં પ્રતિ 1 લાખની વસ્તી સામે દર વર્ષે ઓછામાં ઓછા 14 કેસ નોંધાય છે. મતલબ કે, દર મહિને આ પ્રકારના 1થી વધુ કેસ નોંધાય છે. રાજ્યનું મહત્વનું ગણાતું શહેર ઈન્દોર દેશમાં આ પ્રકારના કેસ મામલે બીજા નંબરે આવે છે. આશરે 32 લાખની વસ્તી ધરાવતા ઈન્દોરમાં આ પ્રકારના કેસની વાર્ષિક સરેરાશ 65ની છે અને માસિક સરેરાશ 5 કેસથી વધુની આવે છે.
ઉત્તર પ્રદેશમાં આ ટકાવારી પ્રતિ લાખે 13ની છે અને તેના પછીના ક્રમે 9 કેસ સાથે દિલ્હી અને 8 કેસ સાથે ઉત્તરાખંડ તથા રાજસ્થાનનું નામ આવે છે.
વર્ષ 2020માં ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં આ પ્રકારના 1,570 કેસ નોંધાયા હતા, મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં 1,556 કેસ, તેના પછીના ક્રમે ઉત્તર પ્રદેશના મેરઠમાં 1,522, બુલંદશહરમાં 1,475 અને ગાઝિયાબાદ જિલ્લામાં 1,334 કેસ નોંધાયા હતા. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આ તમામ જિલ્લાઓની સામૂહિક વસ્તી આશરે 1 કરોડને 65 લાખની થાય છે જે પંજાબની 2.7 કરોડની વસ્તીની સરખામણીએ અડધા જેટલી કહી શકાય. તેમ છતાં આ જિલ્લાઓના કુલ મળીને 7,457 કેસ નોંધાયા હતા જેના સામે પંજાબમાં માત્ર 431 કેસ નોંધાયા હતા.
જોકે આટલે દૂર પણ શા માટે જવું જોઈએ. પંજાબના પાડોશી રાજ્ય હરિયાણામાં દર વર્ષે પ્રતિ એક લાખની વસ્તીએ હથિયારો સાથે સંબંધીત સરેરાશ 7 કેસ નોંધાય છે. હરિયાણાની સમસ્યા વધુ ગંભીર કહી શકાય કારણ કે, આ પ્રકારની દુશ્મનાવટે રાજ્યમાં ઘણાં ખેલાડીઓનો પણ ભોગ લીધો છે. વર્ષ 2016માં હરિયાણામાં પ્રતિ લાખે આ પ્રકારના સરેરાશ 6.8 કેસ નોંધાયા હતા જે 2020માં વધીને 8 થઈ ગયા હતા. આ જ સમયગાળા દરમિયાન પંજાબમાં સરેરાશ કેસની સંખ્યા 1.6થી ઘટીને 1.4એ પહોંચી ગઈ હતી.
જો તમે યુટ્યુબમાં 'બદમાશી હરયાણવી સોંગ્સ' લખશો તો તમને ગન્સ અને પિસ્તોલના થંબનેલ સાથેના અનેક ગીતો મળી આવશે. જો કે તેના સામે લોકોમાં કોઈ જ આક્રોશ નથી જણાઈ રહ્યો. સામે પંજાબી ગીતોની લોકપ્રિયતા બેધારી તલવાર જેવી છે. ગન વાયોલેન્સના મહિમા મંડન અંગે ચર્ચા થવી જ જોઈએ પરંતુ માત્ર પંજાબને ટાર્ગેટ કરીને નહીં. પંજાબમાં તમને એવા અનેક બૌદ્ધિકો, કલાકારો, પ્રોફેસરો, ચળવળકારો જોવા મળશે જે કોર્ટમાં જઈને પંજાબી ગીતોમાં ગન વાયોલેન્સના પગપેસારા પર પ્રતિબંધ મુકવા માટે લડતા દેખાશે. ત્યારે એ સવાલ થવો જરૂરી છે કે, અન્ય રાજ્યોમાં આવા ગન કલ્ચર સામે કોણ લડી રહ્યું છે.