×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL Winner GT : ટાઈટન્સને વધાવવા અમદાવાદમાં માનવ મહેરાણ ઉમટ્યું


અમદાવાદ : IPL Winner Gujarat Titans : વિશ્વની સૌથી હાય રેટેડ T 20 ફ્રેન્ચાઈઝી ટૂર્નામેન્ટ કહેવાતી ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL) ની 2022 સીઝનમાં પ્રથમ વખત બે નવી ટીમો ઉમેરાઈ હતી. એક હતી ગુજરાત ટાઈટન્સ અને બીજી હતી લખનૌ સુપરજાયન્સ્્. પોતાની ડેબ્યુ સીઝનમાં જ કપ જીતનાર ગુજરાત ટાઈટન્સ પ્રથમ ટીમ બની છે. ગુજરાતની ઘર આંગણે જ થયેલ આ જીત બાદ આજે ક્રિકેટ રસિકોનો આભાર માનવા અને અભિવાદન ઝીલવા માટે ગુજરાત ટાઈટન્સની ટીમે અમદાવાદમાં રોડ-શો કર્યો હતો. 

અમદાવાદના આશ્રમ રોડ અને રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ આ રોડ-શોમાં માનવ મહેરામણ ઉમટ્યું હતુ. ચહિતા ક્રિકેટ સ્ટારોને આંખો સામે જ જોવા માટે ઈન્કમ ટેક્સ સર્કલે મોટી સંખ્યામાં લોકો ઉમેટ્યાં હતા. આ સિવાય ગરબા સાથેનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રિવરફ્રન્ટ પર જોવા મળ્યો હતો, જેમાં ખેલાડીઓ પણ ડબલ ડેકર બસમાં આનંદ માણતા ઝૂમી ઉઠ્યાં હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે IPL-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટીમ 'ગુજરાત ટાઇટન્સ'ના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કરી ગુજરાતની જનતા - જનાર્દન વતી ભાવભર્યું સન્માન કર્યું હતું.

 મુખ્યમંત્રીએ યુવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં વિજેતા ખેલાડીઓને પાટણના પરંપરાગત પટોળા ભેટ આપી તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ મુખ્યમંત્રીએ સૌ ખેલાડીઓ સાથે સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. 

CMએ કહ્યું કે ગુજરાત ટાઇટન્સ ટીમે તેની ડેબ્યૂ ટુર્નામેન્ટમાં વિજેતા બની સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત ટાઇટન્સ ટીમને વિજેતા બનતા જોઇને દરેક ગુજરાતીની છાતી ગર્વથી ફુલી જાય તેવો માહોલ ફાઇનલ મેચમાં સર્જાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાઇનલ મેચની રોમાંચક પળો વિશે ખેલાડીઓ સાથે વાત કરી હતી સાથે-સાથે બાળપણમાં ક્રિકેટ રમવાના તેમના સંસ્મરણો પણ તાજા કર્યા હતા.



ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ સોશિયલ કોઝ માટેની પ્રસંશનીય પહેલ કરતા ટીમના બધા જ ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું ‘ બેટ ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપ્યુ હતું. આ બેટની હરાજી વેચાણમાંથી થનારી આવક રાજ્યની દિકરીઓના શિક્ષણ - કન્યા કેળવણી માટે વપરાશે.

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની જીત પાછળનો સફળતા મંત્ર વર્ણવતા કહ્યું કે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધારે ગુજરાતી પ્રેક્ષકોએ ઉત્સાહ વર્ધન કર્યું તેનાથી એક અલગ જ ઉર્જા સૌ ખેલાડીઓને મળી હતી.

મુખ્યમંત્રી સમક્ષ ટીમના કોચ આશિષ નેહરા, વાઈસ કેપ્ટન રાશિદ ખાન, ઓપનર શુભમન ગીલ તથા રિદ્ધિમાન સાહા વગેરે ખેલાડીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા, આ ખેલાડીઓએ ગુજરાતી ખાનપાન, મહેમાનગતિ અને ગુજરાતી પ્રેક્ષકોના ઉત્સાહને વખાણ્યા હતા.