×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રોકાણકારોની સંપત્તિ ત્રણ દિવસમાં રૂ 10 લાખ કરોડ વધી


- મોંઘવારીમાં રાહતની અપેક્ષાએ શેરબજારમાં ત્રણ દિવસથી તેજી

- ચીન ફરી ધમધમતું થતાં સેન્સેક્સ 1041 પોઈન્ટ ઉછળ્યો, નિફટી 309 પોઈન્ટની છલાંગે 16661 : રિલાયન્સ, આઈટી, કન્ઝયુમર શેરોમાં ફંડોની તોફાની તેજી 

- FPIs/FIIની રૂ.502 કરોડની ખરીદી, DIIની રૂ.1534 કરોડની ખરીદી

મુંબઇ : મોંઘવારીથી રાહત મળે એવા કેન્દ્ર સરકારના પગલાં, વૈશ્વિક અર્થતંત્રમાં વ્યાજ દરનો વધારો ધારણા કરતા ઓછો તીવ્ર રહે એવી અપેક્ષા અને ચીનમાં કોરોનાનો પ્રકોપ હળવો થતા લોકડાઉનમાં મળેલી રાહતના પગલે શેરબજારમાં ત્રણ સત્તરથી ઊછાળો જોવા મળી રહ્યો છે. આ ત્રણ સત્રની તેજમાં રોકાણકારોની સંપત્તિ રૂા. ૧૦.૧૯ લાખ કરોડ વધી ગઈ છે. સોમવારે ભારતીય સત્રમાં સેન્સેક્સ ૧૦૪૧.૦૮ વધી ૫૫,૯૨૫.૭૪ની સપાટીએ બંધ આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સ ૨૧૭૬.૪૮ પોઈન્ટ કે ચાર ટકા વધ્યો છે. આ વૃદ્ધિ સાથે બજારનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન કે રોકાણકારોની સંપત્તિ રૂા. ૧૦,૧૯,૯૨૩.૮૪ કરોડ વધી રૂા. ૨૫૮.૪૭ લાખ કરોડ પહોંચી છે. તા. ૨૬ મેથી શરૂ થયેલી આ તેજીમાં નિપ્ટી ૬૩૬ પોઈન્ટ વધી ૧૬,૬૬૧ પોઈન્ટની સપાટીએ બંધ આવ્યો છે.

ચાઈના લોકડાઉનમાંથી બહાર આવીને ફરી ઔદ્યોગિક-આ ર્થિક પ્રવૃતિઓથી ધમધમતું થઈ રહ્યાના પોઝિટીવ પરિબળે અને વૈશ્વિક બજારોમાં ગત સપ્તાહમાં અમેરિકી બજારોમાં તેજી સાથે સ્થાનિકમાં મે વલણના અંત સાથે ફંડોના સથવારે મંદીનો મોટો વેપાર સરખો કરનારા નિફટીના રાજાએ આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી કરેલી તેજી આજે સપ્તાહની શરૂઆત સાથે વધુ આક્રમક કરતાં સેન્સેક્સે ૫૬૦૦૦ અને નિફટીએ ૧૬૬૫૦ની સપાટી કુદાવી હતી. મે વલણમાં મંદીના ઓળીયા ઘણા ખેલંદાઓએ ઊભા કર્યા બાદ વલણના અંતે તોફાનમાં મંદીના આ ખેલાડીઓને વેચાણ સરખા કરવા ફફડાટમાં લાવ્યા બાદ આજે ફોરેન ફંડોના સથવારે નિફટીના રાજાએ મંદીવાળાઓને વધુ  ભીંસમાં લાવવા મક્કમ ઉછાળો આપીને કોઈ મચક આપી નહોતી.  ફોરેન ફંડો ઘણા દિવસો બાદ ફરી શેરોમાં નેટ ખરીદદાર બન્યા હતા. સેન્સેક્સને ૧૦૦૦ પોઈન્ટથી વધુ અને નિફટીને ૨૫૦ પોઈન્ટથી વધુ મક્કમ ઉછાળા પર ટકાવી રાખીને મંદીના ખેલાડીઓને વેચાણો સરખા કરવા મજબૂર કરવાનો વ્યુહ અપનાવાયો હતો.

 નિફટીના રાજાએ ફંડોના સથવારે આઈટી શેરોમાં આક્રમક તેજી કર્યા સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ શેરો તેમ જ પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ શેરોમાં તેજી કરીને સેન્સેક્સને ૧૦૪૧.૦૮ પોઈન્ટની છલાંગે ૫૫૯૨૫.૭૪ અને નિફટી સ્પોટ ૩૦૮.૯૫ પોઈન્ટની છલાંગે ૧૬૬૧.૪૦ની ઊંચાઈએ બંધ મૂક્યા હતા.

આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે નિફટીના રાજા  બિગબુલે આક્રમક તેજી કરતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૯૨.૨૩ પોઈન્ટની છલાંગે ૩૦૨૧૪.૬૦ બંધ રહ્યો હતો. એફ્ફલે ઈન્ડિયા રૂ.૯૧.૯૦ વધીને રૂ.૧૦૨૯.૦૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૪૫.૨૫ વધીને રૂ.૫૨૧.૬૦, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૫૦.૨૦ વધીને રૂ.૬૭૪.૩૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૩૦.૩૦ વધીને રૂ.૩૭૭૩.૬૦, કોફોર્જ રૂ.૨૨૫.૬૫  વધીને રૂ.૩૮૯૭.૬૦, રામકો સિસ્ટમ રૂ.૧૩ વધીને રૂ.૨૫૨, માઈન્ડટ્રી રૂ.૧૫૧.૧૦ વધીને રૂ.૩૦૧૯, એલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૧૯૦.૯૦ વધીને રૂ.૪૧૯૧.૦૫, ઈન્ફોસીસ રૂ.૬૬.૭૦ વધીને રૂ.૧૫૨૭.૫૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૨૫.૮૦ વધીને રૂ.૩૨૯૮, ટેક મહિન્દ્રા રૂ.૪૦.૩૫ વધીને રૂ.૧૧૬૩.૯૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૫.૮૦ વધીને રૂ.૧૦૩૯.૭૦, ટીસીએસ રૂ.૧૧૩.૩૫ વધીને રૂ.૩૩૭૫.૫૫, વિપ્રો રૂ.૯.૪૦ વધીને રૂ.૪૭૬.૩૫ રહ્યા હતા.

ત્રણ દિવસની તેજી

તારીખ

સેન્સેક્સમાં

નિફ્ટીમાં

-

વૃદ્ધિ

વૃદ્ધિ

૨૬/૫

૫૦૩

૧૪૫

૨૭/૫

૬૩૨

૧૮૨

૩૦/૫

૧૦૪૧

૩૦૯