×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના નહી, હ્રદયરોગ, અસ્થમા અને ન્યુમોનિયાથી દેશમાં વધુ મૃત્યુ!


- મેડીકલ સર્ટિફિકેટમાં તબીબોએ જાહેર કરેલા કુલ મૃત્યુમાં આ ત્રણ બીમારીઓનો હિસ્સો 42 ટકા થાય છે. 

અમદાવાદ : એવી ધારણા હતી કે વર્ષ ૨૦૨૦માં દેશ અને દુનિયામાં કોરોનાની મહામારીના કારણે સૌથી વધુ લોકોના મૃત્યુ કોવિડ19 (Covid19)ના કારણે થયા હશે પણ ભારત સરકારના સત્તાવાર આંકડા અલગ જ તથ્ય બહાર લાવે છે. વર્ષ ૨૦૨૦માં દેશના તબીબોએ જાહેર કરેલા સત્તાવાર મૃત્યુમાંથી ૪૨ ટકા મૃત્યુ માત્ર હ્રદયરોગ, ન્યુમોનિયા અને અસ્થમા એવા ત્રણ દરદના લીધે થયા હોવાનું રજીસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમીશનના એક અહેવાલમાં જણાવ્યું છે. 

વર્ષ ૨૦૨૦માં દેશના તબીબોએ (સારવાર દરમિયાન મૃત્યુ પામે ત્યારે જે સર્ટિફિકેટ ડોક્ટર ઇસ્યુ કરે) કુલ ૧૮,૧૧,૬૮૮ લોકોને મૃતક જાહેર કરેલા હતા તેમાં હ્રદયરોગ, ન્યુમોનિયા અને અસ્થમાના કારણે ૪૨ ટકા વ્યક્તિઓ મોતને ભેટી હતી એવું આ અહેવાલ નોંધે છે. જોકે, વર્ષ ૨૦૨૦માં દેશમાં કુલ મૃત્યુની સંખ્યા ૮૧,૧૫,૮૮૨ હતી. 

શ્વસનતંત્રની બીમારીઓ: વર્ષ ૨૦૨૦માં શ્વસનતંત્રને લગતી બીમારીઓથી કુલ ૧૦ ટકા અને લગભગ ૩૨.૧ ટકા વ્યક્તિઓના મૃત્યુ હ્રીદીરાભીસરણ તંત્રના કારણે થયા હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. માત્ર ૮.૯ ટકા જ મૃત્યુ કોરોનાના કારણે થયા હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. 

આ ઉપરાંત, ઇન્ફેકશન કે ટીબી જેવી બીમારીના કરને ૭.૧ ટકા લોકો મૃત્યુ પામ્યા હતા. 

દેશમાં સૌથી વધુ મૃત્યુ થયા હોવાના સૌથી મોટા કારણોમાં છઠ્ઠા ક્રમે ફ્રેકચર, ઝેરી અસર કે કોઈ બાહ્ય પરિબળના લીધે થયું હોવાનું કારણ આવે છે. કુલ જાહેર મૃત્યુમાં આવું પ્રમાણ ૫.૬ ટકા જેટલું છે. 

દેશમાં કેન્સરના કારણે મૃત્યુ પામેલા લોકોનું પ્રમાણ કુલ તબીબી મૃત્યુમાં ૪.૭ ટકા આવે છે.