×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અંબુજા સિમેન્ટ અને ACCને ૧૦.૫ અબજ ડોલરમાં ખરીદવા અદાણીએ કરાર કર્યા



દેશનાં સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ સ્વિસ કંપની હોલસીમ પાસેથી ૧૦.૫ અબજ ડોલર એટલે કે રૂ.૮૦૮૫૦ કરોડમાં બાંબુજા સિમેન્ટ ખરીદવાની જાહેરાત કરી છે. અંબુજા અને તેની પેટા કંપની એસીસી ભારતમાં કુલ સિમેન્ટ ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે. 

હોલસીમ અંબુજા સિમેન્ટ માં ૬૧.૧૪ ટકા હિસ્સો ધરાવતી હોવાથી નિયમ અનુસાર અદાણી જૂથે ઓપન ઓફર થકી અન્ય શેર હોલ્ડર પાસેથી ૨૦ ટકા શેર ખરીદવા પડશે.

અદાણી જૂથે કરેલા આ સોદા થકી ભારતીય ઇન્ફ્રા ક્ષેત્રનો આ ઇતિહાસની સૌથી મોટો સોદો છે.

અદાણી જૂથે વર્ષ ૨૦૨૧ અદાણી સિમેન્ટ નામની કંપનીની સ્થાપના કરી હતી. અદાણી જૂથ ગેસ, પોર્ટ, પાવર, એરપોર્ટ, વીજ વિતરણ સહિત રોડ બાંધકામ ક્ષેત્રે પણ કાર્યરત છે.

સ્વિત્ઝર્લેન્ડની બિલ્ડિંગ મટીરિયલ ક્ષેત્રે અગ્રણી કંપની હોલસિમ ભારતમાં અંબુજા સિમેન્ટ અને એસિસી ની માલિક છે અને બન્ને મળી વર્ષે રૂ.,૩૦,૦૦૦ કરોડનું વેચાણ ધરાવે છે. બંને કંપની ભેગા મળી રૂ.૧.૧૧ લાખ કરોડનું બજાર મૂલ્ય ધરાવે છે.




અંબુજા અને એસીસી બન્ને ખરીદી માટે જિંદાલ ગ્રુપ, આદિત્ય બિરલાની અલ્ટ્રાટેક પણ બિડિંગ કરી રહ્યા હતા.. આ બન્ને કંપનીઓ એકત્ર કરી ૬.૬૦ કરોડ ટન સિમેન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ભારતમાં ધરાવે છે. હોલ્સિમ વર્ષ ૨૦૦૫માં અંબુજા સિમેન્ટમાં હિસ્સો ખરીદી ભારતમાં આવ્યું હતી. આ પછી અંબુજાએ એસીસીમં હિસ્સો ખરીદ્યો હતો.

અલ્ટ્રાટેક અત્યારે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. 

છેલ્લા બે વર્ષમાં અદાણી જૂથે ગ્રીન એનર્જી સિવાય એરપોર્ટ, ડિફેન્સ, પેટ્રો.કેમિકલ્સ, માઈનિંગ, મીડિયા સહિતના ક્ષેત્રોમાં ઝંપલાવ્યું છે.