×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2019માં સટ્ટો-મેચ ફિક્સિંગ: પાક બુકી અને ભારતના સરકારી અધિકારીઓની સાંઠગાંઠ ખુલ્લી

નવી દિલ્હી,તા. 14 મે 2022,શનિવાર

વિશ્વની સૌથી મોટી T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ IPLમાં સટ્ટાબાજીના રિપોર્ટ વહેતા થતા હોય છે. જોકે IPL 2019માં મેચ ફિક્સિંગ થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. IPLની 2019 સીઝનમાં મેચ ફિક્સિંગના તાર પાકિસ્તાનથી જોડાયેલા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

અહેવાલ અનુસાર સીબીઆઈએ 2019ની આઈપીએલ મેચોમાં સટ્ટાખોરીનો પર્દાફાશ કર્યો છે. આઈપીએલ મેચોમાં સટ્ટા સિવાય મેચ ફિક્સિંગનું પણ રેકેટ બહાર આવ્યું છે. સીબીઆઈએ 2019 સીઝનમાં થયેલ આ ગેરરીતિ મુદ્દે બે કેસ નોંધ્યા છે.

કેન્દ્રિય તપાસ એજન્સી, સીબીઆઈએ આ કેસમાં 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર સીબીઆઈએ દિલ્હીમાં કાર્યરત એક નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો અને તેમાં ઉંડે ઉતરતા જાણવા મળ્યું છે કે આઈપીએલ મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી માટે ઈનપુટ પાકિસ્તાનથી મળી રહ્યાં હતા.

ચોંકાવનારી વાત એ છે કે આ તપાસમાં કેટલાક ભારતીય સરકારી અધિકારીઓનું પણ નામ ખુલ્યું છે. પાકિસ્તાનથી ઈનપુટને આધારે ભારતમાં આઈપીએલ મેચોમાં 2019માં સટ્ટો રમાતો હતો અને સરકારી અધિકારીઓ પણ તેમાં શામેલ હોવાનું ખુલ્યું છે.

સીબીઆઈએ દાખલ કરેલ પ્રથમ FIRમાં ત્રણ આરોપીઓ દિલીપ કુમાર ગુરનામ સતીષ અને ગુરનામ વાસુના નામ ખુલ્યાં છે. 2013થી આ ત્રણે સટ્ટાખોરી કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ ત્રણેય આરોપીઓના એકાઉન્ટમાંથી 10 કરોડના શંકાસ્પદ વ્યવહારો પકડ્યાં છે.

આ સિવાય બીજી FIRમાં સીબીઆઈએ ચાર વ્યક્તિઓ સજ્જન સિંઘ, પ્રભુ લાલ મીના, રામ અવતાર અને અમિત કુમાર શર્મા સીવાઈ સરકારી અધીકારી સામે આરોપો દાખલ થયા છે. 2010થી તેઓ આઈપીએલમાં સટ્ટો રમતા હતા. સીબીઆઈએ આ કેસમાં પણ રૂ. 10 કરોડના શંકાસ્પદ વ્યવહારો ઝડપી પાડ્યાં છે.

મોડસ ઓપરેન્ડી જણાવતા સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે આ આરોપીઓ સામાન્ય જનતા પાસેથી આઈપીએલમાં સટ્ટો રમવા માટે પૈસા એકાઠા કરતા હતા. દેશભરમાંથી પૈસા એકત્ર કરવા માટે આ આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે ખોટા નામ-સરનામા પર ફેક બેંક એકાઉન્ટ બનાવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા એકત્ર કરતા હતા. કમાણીના પૈસા અરસપરસ વેચ્યા બાદ નક્કી કરેલ રકમ તેઓ હવાલા મારફતે વિદેશમાં મોક્લતા હતા અને અંતે તે પૈસા પાકિસ્તાન પહોંચતા હોવાનું સીબીઆઈ તપાસમાં ખુલ્યું છે.