×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તેજિંદર બગ્ગાને લઈ જઈ રહેલી પંજાબ પોલીસ સામે દિલ્હીમાં અપહરણનો કેસ નોંધાયો


નવી દિલ્હી, તા. 06 મે 2022 શુક્રવાર

તેજિંદર બગ્ગાની ધરપકડ પર રાજકીય હોબાળો વધતો જઈ રહ્યો છે. તેજિંદર બગ્ગાને દિલ્હીથી મોહાલી લઈ જઈ રહેલી પંજાબ પોલીસે હરિયાણા પોલીસને કુરુક્ષેત્રમાં રોકી લીધા છે. પંજાબ પોલીસ પર દિલ્હીમાં અપહરણનો કેસ નોંધાયો છે.

તેજિંદર સિંહ બગ્ગાને મોહાલી જિલ્લા કોર્ટમાં આજે એક વાગે રજૂ કરવાના છે પરંતુ આ હોબાળા વચ્ચે તેમની હાજરી પર પ્રશ્ન ઉભા થઈ ગયા છે. મોહાલી પોલીસે તેજિંદર સામે સાયબર સેલમાં કેસ નોંધ્યો હતો. આ મામલે આજે તેમની ધરપકડ થઈ છે. ઘટના પર હવે રાજકારણ પણ ગરમાયુ છે. ભાજપ નેતાઓએ પંજાબના ભગવંત માન સરકારને ઘેરી છે.

દિલ્હી પોલીસને પંજાબ પોલીસે જણાવ્યુ હતુ કે તેજિંદર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ 153-એ, 505 અને 506 કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ભાજપ નેતા ચારુ પ્રજ્ઞાએ દાવો કર્યો છે કે બગ્ગાને લઈને જઈ રહેલી પંજાબ પોલીસની ગાડીને હરિયાણા પોલીસે કુરુક્ષેત્રમાં રોકી લીધી છે.

ઉલ્લેખનીય છે કે તેજિંદર બગ્ગાની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. તેજિંદર પાલ સિંહ બગ્ગા પર આરોપ છે કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો અને સમાજને ધર્મ અને જાતિના આધારે વહેંચવાનો પ્રયત્ન કર્યો.

ભાજપ નેતા કપિલ મિશ્રાએ દાવો કર્યો છે કે તેજિંદર બગ્ગાને પંજાબ પોલીસના 50 જવાન ઘરેથી અરેસ્ટ કરી લઈ ગયા છે. દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યુ કે આ ઘણુ શરમજનક છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં તેમની પાર્ટીને મળેલી સત્તાનો રાજકીય દુરુપયોગ રાજકીય વિરોધીઓને ડરાવવા ધમકાવવા માટે શરૂ કરી દેવાયુ છે. દિલ્હીનો દરેક નાગરિક સંકટની આ ઘડીમાં તેજેન્દ્ર પાલ સિંહ બગ્ગાના પરિવારની સાથે ઉભા છે.