×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત ATSની સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર રેડ: MPના ધારથી સપ્લાય થતો હથિયારોનો જથ્થો પકડાયો

અમદાવાદ,તા. 5 મે 2022,ગુરૂવાર

ગાંધીના ગુજરાતમાં એક બાદ એક મોટા રેકેટ પકડાઈ રહ્યાં છે. ડ્રગ્સની ચોતરફ કોલાહલ વચ્ચે હવે ગુજરાતમાં હથિયારો સાથે 22 વ્યકતિઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત એટીએસની ટીમે સૌરાષ્ટ્રમાં વિવિધ ઠેકાણાં પર દરોડા પાડી 50 વધુ હથિયારોનો જથ્થો જપ્ત કરી 20થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી આ દેશી બનાવટના હથિયારો સપ્લાય થતા હોવાની વિગતો મળી છે.

ગુજરાત એટીએસની ટીમે સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદમાં દરોડા પાડી દેશી બનાવટ ના 54 હથિયારોનો જથ્થો જપ્ત કરી 24 આરોપીને ઝડપી લીધા છે. હત્યાની કોશિષના ગુનામાં ફરાર આરોપી ઝડપાતા મગર ઘટસ્ફોટ થયો હતો. આ હથિયારો મધ્યપ્રદેશના કૃક્ષી અને ધાર જિલ્લામાંથી સપ્લાય થયા હતા.

ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે હત્યાની કોશિષના ગુનામાં ફરાર આરોપી દેવેન્દ્ર ઉર્ફ ડેનડું બોરીચા અને ચાંપરાજ માત્રા ખાચરને 4 દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ મધ્યપ્રદેશના કૃક્ષી જિલ્લાના બાગ ગામથી હથિયારો લાવ્યા હતા. આ હથિયારો વનરાજ નામના શખ્સને આપવાના હતા. 

પોલીસ તપાસમાં આરોપીએ અગાઉ પણ સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં 100થી વધુ હથિયારો સપ્લાય કર્યાનું ખુલ્યું હતું. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી આ હથિયારો મોકલવામાં આવ્યા હતા. હથિયારો સપ્લાય કરનાર આરોપી દેવેન્દ્ર ભરત બોરીચા અને ચાંપરાજ માત્રા  ખાચર વિરૂધ્ધ રાયોટિંગ, આર્મ્સ એકટ સહિતના અનેક ગુના દાખલ થયેલા છે.