×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાજ ગૂમ થયાની જાણ કરવા માટે ચાર પોલીસ સ્ટેશનના ચક્કર ખાધા

વડોદરા,મહામંડલેશ્વર હરિહરાનંદજી મહારાજ  ગૂમ થયાની વાત વાયુવેગે તેમના ભક્ત સમુદાયમાં પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ઉમટી  પડયા હતા.મહારાજ ગૂમ થતા ડી.સી.પી.યશપાલ જગાણીયા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.અને સ્ટાફને જરૃરી સૂચના આપી શોધખોળ શરૃ કરાવી હતી.ઉલ્લેખનીય છે કે,મહારાજ ગૂમ થયા પછી તેમના સેવક ગૂમ થયાની જાણ કરવા માટે સૌપ્રથમ વરણામા  પોલીસ સ્ટેશન ગયા હતા.ત્યારબાદ પાણીગેટ અને કારેલીબાગ પોલીસ સ્ટેશન ગયા હતા.છેવટે  હદ નક્કી થયા  પછી વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે ગયા હતા.અને વાડી પોલીસે તેમના ગૂમ થયાની નોંધ કરી તપાસ શરૃ કરી હતી.


ટોલનાકાના સીસીટીવી  ફૂટેજની ચકાસણી કરતી પોલીસ

ખાસવાડી નજીકના વિસ્તારમાં  પણ તપાસ શરૃ કરી 

વડોદરા,મહારાજ ખાસવાડી સ્મશાન ખાતે તેમના શિષ્ય કાળુ ભારતીને ત્યાં જવાનું કહીને નીકળ્યા હતા.જેથી,વાડી પોલીસની એક ટીમે ખાસવાડી વિસ્તારમાં પણ તપાસ કરી છે.પરંતુ,હજી સુધી કોઇ માહિતી મળી નથી.પોલીસની ટીમ દ્વારા કપુરાઇ તથા આજુબાજુના વિસ્તારમાં તથા કરજણ ટોલનાકા,હાલોલ ટોલનાકા, એક્સપ્રેસ   હાઇવેના ટોલનાકા  પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની  ચકાસણી કરી છે.પરંતુ,કોઇ ભાળ મળી નથી.બાપુ  ડભોઇ રોડ તરફ જ ગયા હોવાની શક્યતા સેવાઇ રહી છે.જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.ગૂમ થયેલા બાપુની શોધખોળ માટે જિલ્લા પોલીસને પણ મેસેજ પાસ કરવામાં આવ્યો છે.


હું ખૂબ જ મૂંઝાણો છું.હું કંટાળીને નીકળી ગયો છું :મહારાજની ચિઠ્ઠી

 વડોદરા,મહામંડલેશ્વર હરિહરાનંદના હસ્તે લખેલી એક ચિઠ્ઠી  પણ વાયરલ થઇ છે.જેમાં લખ્યું હતું કે,હું લખનાર હરિહરાનંદ ભારતી સરખેજ ભારતી આશ્રમનો વિવાદ મારા ગુરૃ શ્રી બ્રહ્મલીન થયા પછીથી શરૃ થયો છે.વિલ મારા નામે છે.સત્તા પણ હું સનાથળ આપવા તૈયાર હતો.આ વિવાદનુું નિવારણ આવતું નથી.કોઇ મારૃં કહેવું માનતા નથી.હું ખૂબ જ મૂંઝાણો છું.હું કંટાળીને નીકળી ગયો છું.અને યેનકેન રીતે બદનામ કર ેછે.ખોટા દબાણ કરે છે.