×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ સાથે વાતચીત નહિ સફળ થતા પ્રશાંત કિશોર હવે સીધાં પ્રજા વચ્ચે


- પ્રશાંત કિશોરની નવી પાર્ટી ક્યારે લોન્ચ થશે તે અંગેનો કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો

પટના, તા. 02 મે 2022, સોમવાર 

પહેલા ભાજપ, બાદમાં કોંગ્રેસ અને પછી JDU તથા અલગ-અલગ રાજકીય પાર્ટીઓના ચૂંટણી રણનીતિકાર રહી ચુકેલા પ્રશાંત કિશોર હવે અન્ય લોકો માટે રણનીતિ નહીં બનાવે. પ્રશાંત કિશોર હવે પોતાની પાર્ટી માટે જ સ્ટ્રેટેજી તૈયાર કરશે. તેમણે તાજેતરની એક ટ્વિટમાં લખ્યું હતું કે, હવે પ્રજા વચ્ચે આવવાનો સમય આવી ગયો છે. બિહારથી તેની શરૂઆત થશે. આ ટ્વિટ દ્વારા તેમણે તેઓ પોતાની પાર્ટી માટે સ્ટ્રેટેજી ઘડશે તે અંગેનો ઈશારો કરી દીધો છે. 

જોકે પ્રશાંત કિશોરની નવી પાર્ટી ક્યારે લોન્ચ થશે તે અંગેનો કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો પંરતુ તેઓ ટૂંક સમયમાં જ એક સાથે દેશભરમાં પોતાની પાર્ટી લોન્ચ કરશે. તેઓ હાલ પટનામાં જ છે અને એવું માનવામાં આવે છે કે, તેઓ ત્યાંથી પોતાના માટે નવી રણનીતિ ઘડી રહ્યા છે. તેમણે જનતાને જ અસલી માલિક ગણાવી છે. 

PKએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'લોકશાહીમાં પ્રભાવશાળી યોગદાન આપવાની તેમની ભૂખ અને લોકો માટે કાર્યનીતિ તૈયાર કરવામાં મદદ કરવાની તેમની સફર ખૂબ જ ઉતાર-ચઢાવવાળી રહી છે. આજે જ્યારે તેઓ પાનાં પલટે છે (ભૂતકાળમાં ડોકિયું કરે છે) ત્યારે લાગે છે કે, સમય આવી ગયો છે કે, અસલી માલિકો વચ્ચે જવામાં આવે. મતલબ કે લોકો વચ્ચે, જેથી તેમની સમસ્યાઓને યોગ્ય રીતે સમજી શકાય અને 'જન સુરાજ'ના રસ્તે અગ્રેસર થઈ શકાય. શરૂઆત બિહારથી'