×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Xioami ઈન્ડિયાની રૂ. 5551 કરોડની સંપત્તિ EDએ ટાંચમાં લીધી

નવી દિલ્હી,તા.30 એપ્રિલ 2022,શનિવાર

ભારતની અને વિશ્વની સૌથી વધુ મોબાઈલ હેન્ડસેટ વેચતી કંપની શાઓમી પર ભારત સરકારે કડક કાર્યવાહી કરી રહી છે. ઈડીએ શાઓમી ઈન્ડિયાની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 30 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે "કંપની દ્વારા કરાયેલા ગેરકાયદેસર આઉટવર્ડ રેમિટન્સ"ના સંબંધિત કેસમાં ચાઇનીઝ ગેજેટ જાયન્ટની કંપનીના ભારતીય એકમ Xiaomi India પાસેથી રૂ. 5551.27 કરોડ જપ્ત કર્યા છે.

કેન્દ્રિય તપાસ એજન્સી એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈઓ હેઠળ કંપનીના બેંક ખાતામાંથી આ જપ્તી કરવામાં આવી હતી. 

EDએ જણાવ્યું હતું કે કથિત ગેરકાયદેસર રેમિટન્સની તપાસ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવી હતી. કંપનીએ ત્રણ વિદેશી સંસ્થાઓને રૂ. 5551.27 કરોડની સમકક્ષ ફોરેન કરન્સી મોકલ્યું છે. આ ત્રણ કંપનીઓમાંથી એક Xiaomi ગ્રૂપની કંપનીનો સમાવેશ થાય છે જેને રોયલ્ટીના આડમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

આ સિવાય અન્ય બે યુએસ સ્થિત સંબંધિત ન હોય તેવી કંપનીઓને મોકલવામાં આવેલી રકમ પણ અંતે Xiaomi ગ્રૂપને જ અંતિમ ફાયદા માટે મોકલવામાં આવી હતી, તેમ એજન્સીએ જણાવ્યું હતું.