×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીપાવાવ પોર્ટ પરથી વધુ 9000 કિલો નહિ પણ 80 કિલો ડ્રગ્સ ઝડપાયું



ગુજરાત,તા. 29 એપ્રિલ 2022,શુક્રવાર

ગુજરાતમાં એક બાદ એક ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે. શુક્રવાર 29મી એપ્રિલે ફરી પીપાવાવ પોર્ટ પરથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.

મુંદ્રા કંડલા બાદ હવે અહેવાલ અનુસાર પીપાવાવ પોર્ટ પરથી આજે 80 કિલો ડ્રગ્સ ઝડપાયું હતુ જેનું કુલ મૂલ્ય 450 કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યું છે. DRI-ATS અને કસ્ટમ વિભાગના આ મેગા સર્ચ ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું છે.

DRIએ એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું બાતમીને આધારે પીપાવાવ પોર્ટ પર પાડવામાં આવેલ દરોડામાં દોરી(Thread)ના કન્ટેન્ટરની અંદરની 100 મોટી થેલીઓ જેનું કુલ વજન 9760 કિલો છે તેમાં 28 એપ્રિલ, 2022ના રોજ તપાસ કરતા 4 શંકાસ્પદ બેગમાં કુલ 395 કિલો ડ્રગ્સ હોવાની આશંકા જતા તપાસ માટે FSLમાં મોકલાવમાં આવ્યું છે.




ગુજરાતના DGP આશિશ ભાટિયાએ કહ્યું કે પતંગની દોરીને કલર પીવડાવે તેમ સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચડાવ્યો હતો. દરિયાઇ માર્ગે આવેલો માલ સુતરની આંટીમાં ફીટ કરવામાં આવ્યો હતો. આ મોડસ ઓપરન્ડીથી એજન્સી ચોંકી ગઈ છે. આ તપાસમાં 80 કિલો ડ્રગ્સ આધિકારીક રીતે ઝડપાયું હોવાની કબૂલાત કરવામાં આવી છે.

ગત સપ્તાહે જખૌમાં ડ્રગ્સ પકડાયા બાદ ATS અને NCBની ટીમે મુઝ્ઝફરનગરમાં ગયા અને ત્યાં તપાસમાં 35 કિલો ડ્રગ્સ પકડાયું હતુ. તેમાં 4ની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી 2 અફઘાની નાગરિક હતા. વધુ તપાસ કરવામાં આવતા દિલ્હીના શાહિનબાગમાં દરોડા પાડીને વધુ 50 કિલો હેરોઈન ડ્રગ્સ પકડાયું હતુ અને 30 લાખ રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

પીપાવાવ પોર્ટ નજીક ફોરવે પર કોન્ટ્રાન્સ લોજિસ્ટીક કંપનીમાં આયાતી કન્ટેનરો રાખવામાં આવે છે. અહીં કેટલાક કન્ટેનરો છેલ્લા એક માસથી જેમના તેમ પડ્યા છે. બાતમીના આધારે ડીઆરઆઇની ટીમે અહીં પહોંચી એક કન્ટેનરની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.

દારૂબંધી વાળું રાજ્ય ગુજરાત માંથી સતત ડ્રગ્સ મળી રહ્યું છે તેવામાં હવે નવા રસ્તે ડ્રગ્સની ધૂસણખોરી કરવામાં આવે છે તે ચોંકાવનારી વિગત છે. છેલ્લા 4 દિવસ કુલ 436 કિલો ડ્રગ્સ ઝડપાયું છે જેનું મૂલ્ય 2180 કરોડ રૂપિયા હોવાની માહિતી ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.


વધુ વાંચોગુજરાતમાં દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું