×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબમાં ખાલિસ્તાની વિરોધી શિવસેનાની રેલી : બે વર્ગો વચ્ચે પથ્થમારો, તલવારો ઉછળી, પોલિસની કડકાઈ


નવી દિલ્હી, 29 એપ્રિલ 2022,શુક્રવાર

પંજાબના પટિયાલામાં કાલી મંદિરની પાસે શિવસેના દ્વારા નિકાળવામાં આવેલી ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ દરમિયાન સ્થિતિ ખૂબ જ તનાવપૂર્ણ બની ગઇ હતી. જેમાં શિખ સંગઠનો અને હિન્દુ કાર્યકર્તા આમને સામને આવી ગયા હતા. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્રવુ પડ્યુ હતુ. 

અહેવાલો અનુસાર, સમુદાયોના લોકોને  ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ નિકાળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ ઘટનામાં એસએચઓ સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે, પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો.

આ બંને પક્ષો ફુવારા ચોકમાં સામસામે આવી જાત તો મોટી હિંસા થઈ શકતી હતી, જેને પોલીસે સમયસર કાબુમાં લઇ લીધી છે. જો કે, હાલ આ વિસ્તારમાં તણાવની સ્થિતિ છે.

શું હતી પુરી ઘટના?

પંજાબના પટિયાલાના ઘણા ભાગોમાં શુક્રવારે શિવસેના નેતાઓના ખાલિસ્તાન વિરોધી માર્ચ દરમિયાન બીજા સમૂહ સાથે ઝડપ થઇ ગઇ હતી. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતુ.

પટિયાલા ડિસ્ટ્રિક્ટ કમિશનર સાક્ષી સાહનીએ આ ઘટનાને લઇને કહ્યું કે, શાંતિ અને સંવાદિતા આપણા બધા ધર્મો અને તેમના મૂળ સિદ્ધાંતોના હૃદયમાં છે. જો કોઈ વિવાદ કે ગેરસમજ હોય ​​તો પણ તેને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. આવી સ્થિતિમાં, જિલ્લા વહીવટીતંત્ર પટિયાલા અને પંજાબના તમામ ભાઈ-બહેનોને શાંતિ અને ભાઈચારો જાળવવાની અપીલ કરુ છુ. હાલની સ્થિતિ નિયંત્રણમાં છે અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. શાંતિ અને સુમેળ જળવાય તે માટે જરુરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ ઘટનાને લઇને પંજાબના સીએમ ભગવંત માને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે કહ્યું કે,પટિયાલામાં અથડામણની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પંજાબની શાંતિ અને સૌહાર્દ અત્યંત મહત્વપૂર્ણ છે, તેથી મેં ડીજીપી સાથે વાત કરીને તે ક્ષેત્રમાં શાંતિ જળવાય તે માટે પ્રયત્નો કરવામાં આવશે. અમે સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ અને કોઈને પણ રાજ્યમાં અશાંતિ પેદા કરવાની મંજૂરી નહીં આપીએ.