×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી નોતરશે ડોલર : અમેરિકન કરન્સી 20 વર્ષની ટોચે

નવી દિલ્હી,તા. 29 એપ્રિલ 2022,શુક્રવાર

US Dollar 20 Year High : રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ અર્થવ્યવસ્થા(World Economy)ને મસમોટો ફટકો પડ્યો છે. રશિયાએ નેચરલ ગેસની ચૂકવણી રૂબલ(Russia Natural Ruble Payment)માં કરવાનું ફરમાન બહાર પાડતા રશિયન કરન્સી પણ હવે ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જોકે ડોલરની પણ ચાલ મક્કમ જોવા મળી રહી છે. અમેરિકન કરન્સી શુક્રવારના સત્રમાં 20 વર્ષની ટોચે પહોંચી છે.

યુએસ ડોલર(US Dollar) ગુરૂવારે 2002 પછી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ડોલરની મજબૂતીનું કારણ બેંક ઓફ જાપાનની નાણાંકીય નીતિ. જાપાનની સેન્ટ્રલ બેંકે અર્થવ્યવસ્થાને સપોર્ટ કરવા માટે હળવી મોનિટરી પોલિસી સાથે નીચા વ્યાજદર જાળવી રાખવાની મક્કમતા યેનની સામે ડોલરને મજબૂતી આપી રહી છે.

સામે પક્ષે નકારાત્મક માહોલ વચ્ચે પણ અમેરિકાની અને વિશ્વની ટોચની ટેક જાયન્ટ કંપનીઓના મજબૂત પરિણામોના જોરે અમેરિકન અને યુરોપિયન બજારોમાં તેજીનો કરંટ જોવા મળ્યો છે.

જાપાનની કરન્સી યેન ડોલરની સામે 20-વર્ષના નીચા સ્તરે ગગડી ગયો હતો અને બીઓજીના હસ્તક્ષેપ લેવલ પ્રતિ ડોલર 131નું લેવલ તોડ્યું છે. બેન્ક ઓફ જાપાને યિલ્ડના ટાર્ગેટને હાંસલ કરવા અને તેની નજીક જ રહેવા માટે દરરોજ 10-વર્ષના બોન્ડ્સની અનલિમિટેડ ખરીદીની તૈયારી દર્શાવી હતી.

જાપાની ચલણના ઘસારાનો સૌથી વધુ ફાયદો યુએસ ડોલરને થઈ રહ્યો છે અને યેન જ ડોલર(Japan Yen vs US Dollar)ને નવી ઊંચાઈએ ધકેલી રહ્યો છે. ડોલર ઉંચકાતા એશિયન દેશોની કરન્સી પણ નબળી પડી રહી છે અને કરન્સી ડેરિવેટિવ્ઝ બજારોમાં યુએસ ડોલરની બોરોઈંગ કોસ્ટ ખૂબ જ વધી રહી છે.

મજબૂત ડોલરને કારણે સોનાના ભાવમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. રશિયા તરફથી સપ્લાય ઘટવાની આશંકા અને ચીનમાં કોરોનાને પગલે માંગ મંદ થવાની આશંકાએ એક નાની રેન્જમાં જ ક્રૂડમાં 1 ડોલરનો વધારો જોવા મળી રહ્યો છે.