×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યોગી સરકાર એક્શનમાં: ધાર્મિક સ્થળો પરથી ઉતાર્યા 11 હજાર લાઉડસ્પીકર


- અધિક મુખ્ય સચિવ અવેશ અવસ્થીએ કમિશનરેટ જિલ્લાઓના પોલીસ અધિકારીઓ અને પોલીસ કમિશનરોને ધર્મગુરુઓ સાથે વાતચીત કરીને ગેરકાયદે લાઉડસ્પીકર દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે

લખનૌ, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ બાદ ઉત્તર પ્રદેશના ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા લાઉડસ્પીકર સામે યુપી સરકારનું અભિયાન જારી છે. અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીના નિર્દેશ બાદ બુધવારે સાંજ સુધીમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી કુલ 10923 ગેરકાયદેસર લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે જ્યારે 35221 લાઉડસ્પીકર નિર્ધારિત ધોરણો મુજબ કરાવવામાં આવ્યા હતા. સરકારે બધા જિલ્લાઓના પોલીસ કેપ્ટનો અને કમિશનરેટથી 30 એપ્રિલ સુધી ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા લાઉડસ્પીકર સામે અભિયાન ચલાવીને રિપોર્ટ તંત્રને મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ નક્કી માપદંડો અનુસાર જ કરવાની વાત કરી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, નવા ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર નહીં લગાવવા. આ ઉપરાંત ધર્મગુરૂઓ સાથે વાતચીત કરીને પરસ્પર સહમતિથી લાઉડસ્પીકર ઉતારવા અને અવાજ ઓછો કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ત્યારબાદ એક્શનમાં આવેલી પોલીસે આ અભિયાન ચલાવ્યું છે. 

આ જિલ્લાઓમાંથી ઉતારવામાં આવ્યા લાઉડસ્પીકર

આગ્રા ઝોન, મેરઠ ઝોન 1204, બરેલી ઝોન 1070, લખનૌ ઝોન 2395, કાનપુર ઝોન, 1056, પ્રયાગરાજ ઝોન 1172, ગોરખપુર ઝોન 1788, વારાણસી ઝોન 1366, કાનપુર કમિશનરેટ 80, લખનૌ કમિશનરેટ 190, ગૌતમબુદ્ધનગર કમિશનરેટ 19 અને વારાણસી કમિશનરેટ 170 લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે. 

અધિક મુખ્ય સચિવ અવેશ અવસ્થીએ કમિશનરેટ જિલ્લાઓના પોલીસ અધિકારીઓ અને પોલીસ કમિશનરોને ધર્મગુરુઓ સાથે વાતચીત કરીને ગેરકાયદે લાઉડસ્પીકર દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે, જેઓ કાયદેસર છે તેમના અવાજના નિર્ધારિત ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. 10 માર્ચ 2018 અને 4 જાન્યુઆરી 2018ના આદેશનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું છે કે નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, એવા ધાર્મિક સ્થળોની યાદી તૈયાર કરવામાં આવે જ્યાં નિયમોની અવગણના થઈ રહી હોય.