×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP: પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા, ઘર પણ સળગાવી દીધું


- આજથી 7 દિવસ અગાઉ એટલે કે, ગયા શનિવારે પણ પ્રયાગરાજમાં આજ પ્રકારની ઘટના બની હતી

નવી દિલ્હી, તા. 23 એપ્રિલ 2022,  શનિવાર

પ્રયાગરાજમાંથી હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. એટલું જ નહીં આ ઘટના બાદ આરોપીઓએ ઘરમાં આગ પણ લગાવી દીધી હતી. આ ઘટનાથી તે વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ સભ્યોની ઈંટો અને પથ્થરોથી હુમલો કરી પરિવારના લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી છે.

પોલીસને આ ઘટનાની જાણકારી પ્રદીપ કુમાર યાદવે આપી હતી. પ્રદીપે પોલીસને જણાવ્યું કે, તેમના ભાઈ અને ભાભીની કોઈકે હત્યા કરી નાખી છે. તેની સાથે જ પરિવારના અન્ય 3 લોકોની પણ હત્યા કરી દેવામાં આવી છે. સામૂહિક હત્યાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

બીજી તરફ ADG પ્રયાગરાજ જોન પ્રેમ પ્રકાશે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ પરથી લાગી રહ્યું છે કે, લૂટના ઈરાદાથી આવેલા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. એવી શંકા છે કે, તેઓએ પુરાવાનો નાશ કરવા માટે ઘરમાં આગ લગાવી દીધી હતી. જોકે, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળ પર ઘટના પર ફોરેન્સિક અને ડોગ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે. 

માયાવતીએ ટ્વીટ કરીને ઘટના ટીકા કરી 

પ્રયાગરાજની ઘટના પર બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની ઘાતકી હત્યાના સમાચાર ખૂબ જ દુઃખદ, નિંદનીય અને ચિંતાજનક છે. સરકાર ઘટનાના મૂળમા જઈને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ.


ખાગલપુર ગામમાં પણ 5 લોકોની હત્યા કરી હતી 

આજથી 7 દિવસ અગાઉ એટલે કે, ગયા શનિવારે પણ પ્રયાગરાજમાં આજ પ્રકારની ઘટના બની હતી. જેમાં 5 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. તેમને જણાવી દઈએ કે, ખાગલપુર ગામમાં પણ એક જ પરિવારના 5 લોકોની ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.