×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બોરિસ જ્હોનસન અમદાવાદના પ્રવાસે, લીધી સાબરમતી આશ્રમની મુલાકાત


- સાબરમતી આશ્રમ તરફથી બોરિસ જ્હોનસનને એક પુસ્તિકા સાથે એક રેટિંયાની ભેટ આપવામાં આવી

અમદાવાદ, તા. 21 એપ્રિલ 2022, ગુરૂવાર

બ્રિટનના પીએમ બોરિસ જ્હોનસન આજે ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું. બોરિસ જ્હોનસન જ્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ સમયે મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના નેતાઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ત્યારબાદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસન અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરમતી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. બોરિસ જ્હોનસન ત્યાં ચરખો કાંતતા શીખ્યા હતા. સાબરમતી આશ્રમ તરફથી બોરિસ જ્હોનસનને એક પુસ્તિકા સાથે એક રેટિંયાની ભેટ આપવામાં આવી હતી.