×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જહાંગીરપુરી હિંસાઃ શું દિલ્હીમાં પણ બુલડોઝર ફરશે? સામાન ખસેડવા લાગ્યા લોકો


- જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે 20 અને 21 એપ્રિલે અભિયાન ચલાવવામાં આવશે

નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2022, બુધવાર

ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસાના આરોપીઓની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવાની તૈયારી કરી છે. આ જોતા જહાંગીરપુરીમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે. જેથી કાયદો વ્યવસ્થા બનાવવામાં આવી શકે છે. જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ પર હિંસા થઈ હતી. ઉત્તરી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ચલાવવાનું એલાન કર્યું છે. આ અગાઉ બીજેપીએ પણ હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ચલાવવાની માગ કરી હતી. આ અગાઉ યુપી, એમપી અને ગુજરાતમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. 

મળતી માહિતી પ્રમાણે આજે 9:00 વાગ્યા બાદ કોઈ પણ સમયે જહાંગીરપુરીમાં બુલડોઝર પહોંચી શકે છે. જહાંગીરપુરીમાં અતિક્રમણ અને હિંસાના આરોપીઓની ગેરકાયદેસર મિલકતો પર કાર્યવાહી કરવામાં આવશે. જહાંગીરપુરીમાં પોલીસને 14 ટીમોમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમમાં અર્ધલશ્કરી દળની એક કંપની અને દિલ્હી પોલીસના 50 જવાનો તૈનાત છે, જહાંગીરપુરીના હિંસાગ્રસ્ત વિસ્તારમાં અર્ધલશ્કરી દળ સહિત 1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 

ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવાનો નિર્ણય લીધો છે. આના સંદર્ભમાં, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને ઉત્તર પશ્ચિમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP)ને પત્ર લખીને કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે 400 દિલ્હી પોલીસ કર્મચારીઓને તૈનાત કરવાની માંગ કરી છે. ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે, જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે 20 અને 21 એપ્રિલે અભિયાન ચલાવવામાં આવશે.