×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ન્યુ યોર્કના બ્રુકલીન મેટ્રો સ્ટેશન પાસે ગોળીબાર, 13ને ઈજા


ન્યુયોર્ક : અમેરિકાનાબિઝનેસહબ ન્યૂયોર્ક ખાતે મેટ્રો ટ્રેનના બ્રુકલીન સ્ટેશન ઉપર આજે અધાંધુધ ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગભગ ૧૩ વ્યક્તિઓને ઈજા થઇ હોવાનું ન્યુયોર્ક પોલીસે જણાવ્યું હતું. અગાઉ, એવી ચર્ચા હતી કે અહી બોમ્બ મુકવામાં આવ્યા છે પણ ફેડરલ ડીપાર્ટમેન્ટે જાહેર કર્યું છે કે કોઈ બોમ્બ છે નહી અને કોઈએ ગભરાવાની જરૂર નથી.

દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને ઘટનાની ગંભીર નોંધ લેતા ન્યુયોર્કના મેયર સાથે ટેલીફોનીક ચર્ચા કરી છે. વ્હાઈટ હાઉસે સત્તાવાર રીતે ટ્વીટ કરી જાહેર કર્યું હતું કે રાષ્ટ્રપતિ મેયર સાથે અને સુરક્ષા એજન્સી સાથે સતત સંપર્કમાં છે.

ન્યુયોર્કમાં બ્લેક ફ્રાઇડે પેહલા કામકાજના કલાકોમાં ભીડ ભરેલા બ્રુકલીન ખાતે આ ઘટના બની છે એટલે તેની પૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. નાગરિકોને બ્રુકલીન વિસ્તારમાં ૩૬ સ્ટ્રીટ અને ચોથી એવન્યુમાં પ્રવેશ નહી કરવા સુચના આપવામાં આવી છે જેથી તપાસમાં કોઈ રુકાવટ આવે નહી.

ન્યૂઝ અપડેટ

ન્યૂ યોર્ક ફાયર ડીપાર્ટમેન્ટને સવારે ૮.૩૦ કલાકે ફોન આવ્યો હતો કે બ્રુકલીન વિસ્તારની ૩૬મી સ્ટ્રીટના મેટ્રો સ્ટેશનમાંથી આગ લાગી હોય એ પ્રકારે ધુમાડો નીકળી રહ્યો છે.

મળતા અહેવાલ અનુસાર ટ્રેનની અંદર અને સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર કોઈએ અંધાધુધ ફાયરીંગ કર્યું છે.

સ્ટેશન, બહારના વિસ્તારોના સીસીટીવી કેમેરાના આધારે પોલીસ અને ફેડરલ એજન્સી તપાસ કરી રહી છે.

શંકા છે કે સ્થનિક બાંધકામ વિભાગના ડ્રેસમાં એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. એણે ગેસ માસ્ક પેહેરેલો હોવાનું પોલીસ અને સ્થાનિક અધિકારીઓ માની રહ્યા છે. વ્યક્તિને પકડી લેવા માટે સુરક્ષા એજ્સનીએ સઘન કવાયત હાથ ધરી છે. પ્રાથમિક રીતે આ એક જ વ્યક્તિ છે કે તેની સાથે બીજો કોઈ વ્યક્તિ છે કે ટીમ છે કે નહી એ અંગે અત્યારે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.