×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં બીજો અને રાજ્યમાં એક્સઇનો પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો

 વડોદરા,સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વેરિઅન્ટ એક પછી એક આવી રહ્યા છે.ડેલ્ટા, ઓમિક્રોન પછી હવે એક્સઇ નામના વેરિઅન્ટના કેસ વિશ્વ સ્તરે નોંધાઇ  રહ્યા છે.મુંબઇ બાદ હવે દેશમાં એક્સઇ વેરિઅન્ટનો બીજો કેસ વડોદરામાં નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે.જોકે, પોઝિટિવ દર્દી મૂળ મુંબઇનો છે.અને અહીંયા સંબંધીને મળવા આવ્યા હતા.એક્સઇનો  રિપોર્ટ આવે તે  પહેલા જ દર્દી પરત મુંબઇ જતો રહ્યો છે.દર્દીના સંપર્કમાં આવેલા વડોદરાના એકપણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ નહી આવતા તંત્રે  હાશકારો અનુભવ્યો છે.

થોડાસમય પહેલા મુંબઇના ૬૭ વર્ષના વૃદ્ધ પોતાના પત્ની સાથે વડોદરામાં રહેતા સંબંધીને મળવા આવ્યા હતા.અને આર.સી.દત્ત રોડની હોટલમાં રોકાયા હતા.તે દરમિયાન તેઓને તાવ આવતા કોરોનાનો  રિપોર્ટ કઢાવ્યો હતો.કોરોનાનો રિપોર્ટ  પોઝિટિવ આવતા નવા વેરિઅન્ટ એક્સઇનો રિપોર્ટ કઢાવવા માટે સેમ્પલ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા હતા.રિપોર્ટેમાં તેમણે ગોત્રી વિસ્તારમાં રહેતા સંબંધીના ઘરનું સરનામુ લખાવ્યું હતું.ગત ૧૨ માર્ચે તેમના સેમ્પલ એક્સઇ માટે મોકલી આપવામાં આવ્યા હતા.દરમિયાન  ગઇકાલે મોડીરાતે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.રિપોર્ટે આવે તે પહેલા જ દંપતી મુંબઇ  પરત જતા રહ્યું હતું.તેમની  પત્નીનો રિપોર્ટ પણ સાવચેતીના ભાગરૃપે કઢાવવામાં આવ્યો હતો.જે  રિપોર્ટ નોર્મલ આવ્યો છે.મુંબઇમાં દંપતીના  વિસ્તાર સાંતાક્રુઝના  આરોગ્ય કેન્દ્રને જાણ કરવાની તજવીજ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.દંપતી વડોદરામાં કોઇને મળ્યા  ન  હોવાછતાંય હોટલના સ્ટાફ  અને અન્ય લોકોના હેલ્થની ચકાસણી કરવામાં આવી હતી.જોકે,કોઇને  પણ કોરોનાના લક્ષણો નથી.ઉલ્લેખનીય છે કે,મુંબઇના દર્દીની તબિયત હાલમાં એકદમ સારી છે.કોઇ જ તકલીફ નથી.


દંપતી ૧૨ માર્ચે વડોદરા આવ્યું હતું

 રિપોર્ટ પોઝિટિવ આવતા૧૩ મી તારીખે પરત મુંબઇ જતું રહ્યું  હતું

 વડોદરા,કોરોનાનો નવો વેરિયન્ટ એક્સઇ અગાઉના વેરિઅન્ટ ઓમિક્રોન કરતા ૧૦ ગણો વધુ ઝડપથી ફેલાય છે.એક્સઇ વેરિઅન્ટથી હજી કોઇ દર્દીના મોત થયાના અહેવાલ નથી.ઉલ્લેખનીય છે કે, મુંબઇના  દંપતી વડોદરા ગોત્રી વિસ્તારમાં રહેતા સંબંધીને મળવા માટે આવ્યા હતા.પરંતું, વડોદરા આવતા હતા.તે દરમિયાન રસ્તામાં જ તેઓને તાવ આવ્યો હતો.અને વડોદરા આવીને  રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો.જેથી,તેઓ બીજે દિવસે જ મુંબઇ પરત જતા રહ્યા હતા.જેથી,તેઓ હોટલ સિવાય અન્ય કોઇ સ્થળે ગયા જ નથી.અને કોઇને મળ્યા પણ નહતા.


કોરોનાના તમામ દર્દીઓના  સેમ્પલ જિનોમ સિક્વન્સિંગમાટે મોકલાય છે

 વડોદરા,આરોગ્ય સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે,શહેરમાં કૅોરોનાના  પોઝિટિવ આવતા તમામ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી આપવામાં આવે છે.જેમાં ઓમિક્રોન, બીએ-૧,બીએ-૨, ડેલ્ટા, એક્સઇ અને કપ્પા વાયરસ ડિટેક્ટ થાય છે.જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવે તેની જાણ  સ્થાનિક આરોગ્ય વિભાગને કરવામાં આવે છે.


એક દિવસના વિરામ પછી કોરોનાના નવા બે કેસ નોંધાયા

 વડોદરા,એક દિવસના વિરામ પછી શહેરમાં ફરીથી કોરોનાના પોઝિટિવ કેસ નોંધાવાનું શરૃ થયું છે.આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના સમા અને અટલાદરા વિસ્તારમાં રહેતા ૫૧૭ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા.જે પૈકી બે દર્દીના  રિપોર્ટ  પોઝિટિવ આવ્યા છે.શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૧ છે.જ્યારે ૮ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.