×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વધુ એક ડ્રામા: પાકિસ્તાનમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન નહી?


પાકિસ્તાનમાં ઇમરાન ખાન સામે આજે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા અને મતદાન થવાનું હતું. દિવસભર વિવિધ પ્રકારે સંસદની કાર્યવાહી અટકી પડી હતી અને છેલ્લે રોઝા ખત્મ થયા બાદ ઇફતાર પછી મતદાન થાય એવી શક્યતા હતી. જોકે, છેલ્લી ઘડીએ ઇમરાન સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજે આ પ્રસ્તાવ ઉપર મતદાન થશે નહી. “પ્રસ્તાવ ઉપર ચર્ચા ચાલી રહી છે. કોર્ટનું કામ અલગ અને અને સંસદનું કામ અલગ છે. વિરોધીઓએ સરકાર સાથે બેચી ચર્ચા કરવી જોઈએ. આજે સંસદની કાર્યવાહી પૂર્ણ થઇ શકે એવી શક્યતા નથી એટલે મતદાન થશે નહી,” એમચૌધરીએ જણાવ્યું હતું.

– આ અપડેટ ભારતીય સમય અનુસાર તા.૯ એપ્રિલના રાત્રે ૮.૨૦ કલાકે આવી રહી છે.

અગાઉનો ઘટનાક્રમ

ઇમરાન ખાનનોનવોદાવ: મનેજેલમાંનહીમોકલતા

પાકિસ્તાન ટેલીવિઝન ચેનલ જીયો ન્યૂઝના અહેવાલ અનુસાર ઇમરાન ખાન અને તેની પાર્ટી પાકિસ્તાન તહરીકે ઇન્સાફ (PTI)ના કેટલાક સભ્યો વિરોધ પક્ષ સાથે પાછલા બારણે એવી વાટાઘાટ કરી રહ્યા છે કે સરકાર ગબડી પડે, ઈમરાને રાજીનામું આપવું પડે તો પક્ષની સામે, પક્ષના નેતાઓ સામે કોઇપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી નવી સરકાર કરશે નહી, તેમને જેલમાં નહી મોકલે

પાકિસ્તાનની રાજકીય કટોકટી અને ઇમરાન ખાન સામેના વિરોધનો ઘટનાક્રમ

તા. 3 માર્ચ ૨૦૨૧

ઇમરાન ખાન કેબીનેટમાં નાણામંત્રી સેનેટની ચુંટણીમાં હારી ગયા અને ઇમરાન ખાન સામે પ્રથમ વખત અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો. પણ ઇમરાન ખાન સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા.

તા.8 માર્ચ 2022

વિરોધપક્ષો ફરી એક થયા અને ઇમરાન ખાન સામે મોંઘવારીના મામલે મોરચો ખોલી ફરી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે હિલચાલ શરૂ થઇ

તા. 19 માર્ચ 2022

ઇમરાનખાને પોતાના પક્ષના પણ વિરોધીઓને ટેકો આપતા નારાજ નેતાઓને કારણદર્શક નોટીસ પાઠવી

તા. 20 માર્ચ 2022

નેશનલ એસેમ્બલીના એક સત્ર માટે સ્પીકરે આદેશ કર્યો. આ સત્રમાં ઇમરાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા થશે

તા. 23 માર્ચ 2022

ઇમરાનખાને રાજીનામું આપવાનો ઇનકાર કર્યો 

તા. 25 માર્ચ 2022

નેશનલ એસેમ્બલીનું સત્ર મળ્યું પણ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કોઈ ચર્ચા થઇ નહિ

તા. 27 માર્ચ 

રાજધાની ઇસ્લામાબાદમાં ઈમરાને એક જંગી જનસભા કરી જાહેર કર્યું કે તેને હટાવવા માટે આ વિદેશી શક્તિઓ કામ કરી રહી છે.

તા. 31 માર્ચ 

નોકોન્ફીડન્સ દરખાસ્ત ઉપર ચર્ચા માટે ફરી સત્ર મળ્યું

તા. 3 એપ્રિલ

ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસની દરખાસ્તને બંધારણની વિરુદ્ધ જાહેર કરી. ઇમરાનખાને સંસદ ભંગ કરી ફરી ચુંટણી યોજવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરી 

તા. 7 એપ્રિલ 

પાક્સિતાન સુપ્રીમ કોર્ટમાં ચાર દિવસની સુનાવણી બાદ ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો. નેશનલ એસેમ્બલી ફરી પ્રસ્થાપિત થઇ અને અવિશ્વાસ દરખાસ્ત ઉપર ચર્ચા માટે તા. ૯ એપ્રિલની તારીખ આપી.