×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમરાન ખાન સરકાર રહેશે કે જશે? 8:00 વાગ્યે વોટિંગ, મરિયમ નવાઝે ઈમરાનને કહ્યા મનોરોગી

નવી દિલ્હી,તા.9એપ્રિલ 2022,શનિવાર

પાકિસ્તાનના રાજકારણ માટે આજનો દિવસ બહુ મહત્વનો છે. કારણકે આજે પાકિસ્તાનની સંસદમાં ઈમરાખાન સરકાર રહશે કે વિદાય થશે તે માટે વોટિંગ થવાનુ છે.

પાકિસ્તાની સંસદમાં કુલ સાસંદોની સંખ્યા 342 છે અને ઈમરાખાનને ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે 172 વોટની જરૂર છે. જોકે હાલમાં ઈમરાન ખાનની સરકારને 142 સાંસદોનુ જ સમર્થન છે. જ્યારે વિપક્ષ પોતાની સાથે 199 સાંસદો હોવાનો દાવો કરી રહ્યુ છે.

મળતી વિગતો પ્રમાણે આજે રાત્રે આઠ વાગ્યે વોટિંગ થશે. બીજી તરફ વિપક્ષી નેતા મિરયમ નવાઝે ઈમરાન ખાન પર પ્રહારો કરતા કહ્યુ છે કે, આ વ્યક્તિ પોતાના હોશમાં નથી. તેમને ડર ફેલાવવા માટે પરવાનગી મળવી જોઈએ નહીં. તેમને તો પીએમ કે પૂર્વ પીએમ તરીકે પણ સ્વીકારી શકાય નહીં. ઈમરાન ખાન એક મનોરોગી છે અને પોતાને બચાવવા માટે આખા દેશને બંધક બનાવી રહ્યા છે.