યુદ્ધના કારણે મોંઘવારી વધશે : રિઝર્વ બેન્કની ચેતવણી![](https://gujaratdarpan.com/wp-content/uploads/2019/12/placeholder.jpg)
- દેશમાં મોંઘવારી ઘટાડવા આરબીઆઈએ કોઈ પગલાં લીધા નહીં
- રેપો રેટ, રિવર્સ રેપો રેટ યથાવત્ : ફુગાવો વધશે અને આર્થિક વિકાસ દર ઘટશે : ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો ભારત માટે ચિંતાજનક : દાસ
- મોંઘવારીનો અંદાજ 4.50 ટકાથી વધારી 5.70 ટકા કરાયો, જોકે, ફુગાવો હજુ નિયંત્રણમાં હોવાનો આરબીઆઈનો દાવો
- આરબીઆઈએ નાણાકીય વર્ષ 2022-23 માટે વૃદ્ધિદરનો અંદાજ 7.80 ટકાથી ઘટાડી 7.20 ટકા કર્યો
મુંબઈ : દેશમાં સતત વધતી મોંઘવારી, યુક્રેન પર રશિયાના આક્રમણ જેવા વૈશ્વિક પરિબળો વચ્ચે શુક્રવારે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ નાણાં નીતિની સમીક્ષા માટેની સતત ૧૧મી બેઠકમાં રેપોરેટ તથા રિવર્સ રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે આરબીઆઈએ વર્તમાન નાણાકીય વર્ષ માટે ફુગાવાના અંદાજમાં વધારો કર્યો હતો જ્યારે આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો હતો. આરબીઆઈના આ નિર્ણયનો અર્થ છે કે દેશમાં આગામી સમયમાં મોંઘવારી વધશે જ. મોંઘવારીનું દબાણ એટલું વધી ગયું છે કે આરબીઆઈએ તેના અંદાજોમાં ફેરફાર કરવો પડયો છે.
વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેની નાણાં નીતિની સમીક્ષા બેઠક પછી ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોંઘવારી આપણા અર્થતંત્ર માટે સૌથી મોટું જોખમ બની છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ, ખાવાનું તેલ, કોમોડિટી સહિત અન્ય બધી જ જરૂરી વસ્તુઓના ભાવમાં વધારાની અસરના કારણે ભારતના આર્થિક સુધારા જોખમમાં મુકાયા છે. વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે આરબીઆઈની નાણાં નીતિની પ્રથમ દ્વીમાસિક બેઠકમાં ૬ સભ્યોની એમપીસીએ ૪ ટકા રેપો રેટ તથા ૩.૩૫ ટકા રિવર્સ રેપો રેટ જાળવી રાખવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો.
વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરની ધારણાં જે અગાઉ ૭.૮૦ ટકા મુકાઈ હતી તે ઘટાડીને ૭.૨૦ ટકા કરાઈ છે. ફુગાવાનો અંદાજ જે ગઈવેળાની બેઠકમાં ૪.૫૦ ટકા મુકાયો હતો તે નોંધપાત્ર વધારી ૫.૭૦ ટકા કરાયો છે. વિકાસને ગતિ આપવા પોતાના વલણને ઓછું એકોમોડેટિવ બનાવાયું છે એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની ત્રણ દિવસની બેઠકના અંતે પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું.
દેશની આર્થિક પ્રવૃત્તિ રિકવર થઈ રહી છે, પરંતુ તે કોરોના પહેલાના સ્તરે ભાગ્યે જ જોવા મળે છે. આ હકીકતને ધ્યાનમાં રાખી એમપીસીએ રેપો રેટ તથા એકોમોડેટિવ વલણ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે ૨૨મી મે ૨૦૨૦માં રિઝર્વ બેન્કે કોરોનાની મહામારીની અસર વચ્ચે રેપો રેટ ઘટાડયો હતો.ત્યારબાદ સતત નીચા દર જાળવી રખાયાછે.
આરબીઆઈની બેઠકમાં મોંઘવારી ચર્ચાનો મુખ્ય વિષય હતો. આ જ કારણે કેન્દ્રીય બેન્કે ફુગાવાનો એટલે કે મોંઘવારીનો અંદાજ વધારી દીધો છે. શક્તિકાંત દાસે કહ્યું કે દેશમાં મોંઘવારી વધી રહી છે અને વૃદ્ધિદર ઘટી રહ્યો છે. એવામાં અમારી સામે બમણો પડકાર છે. જોકે, ફુગાવાનો દર હજુ પણ નિયંત્રણ હેઠળ છે. ઊભરતા બજારોના અર્થતંત્રોની એસેટસમાં જોખમ લેવાનું ટળાઈ રહ્યું છે જેને પરિણામે આ બજારોમાંથી મૂડીનો જંગી આઉટફલોઝ થઈ રહ્યો છે અને તેમની કરન્સીમાં પણ પ્રત્યાઘાતી ઘસારો જોવા મળી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિઅલ જીડીપીમાં ૧૬.૨૦ ટકા વૃદ્ધિની રિઝર્વ બેન્કની અપેક્ષા છે જ્યારે બીજા ત્રિમાસિકમાં ૬.૨૦ ટકા, ત્રીજામાં ૪.૧૦ ટકા તથા ચોથા ત્રિમાસિકમાં વૃદ્ધિ દર ૪ ટકા રહેવાની ધારણાં છે. વર્તમાન નાણાં વર્ષમાં ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ સરેરાશ ૧૦૦ ડોલર રહેવાની ગણતરીએ આ જીડીપી અંદાજ રજૂ કરાયો છે, એમ ગવર્નરે શક્તિકાંત દાસે જણાવ્યું હતું.
ફેબુ્રઆરીથી જોવાઈ રહેલી ભૂ-રાજકીય અનિશ્ચિતતા વચ્ચે ફુગાવા તથા જીડીપી અંગે કોઈપણ ધારણાં જોખમથી ભરેલી છે અને તે ક્રુડ ઓઈલ તથા કોમોડિટીના ભાવની વધઘટ પર અવલંબિત છે. રિઝર્વ બેન્કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી દર તથા બેન્ક રેટ પણ ૪.૨૫ ટકા જાળવી રાખ્યા છે. લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીસ ફરી ૫૦ બેઝિસ પોઈન્ટસ પર લઈ જવાશે. લિક્વિડિટીના સંચાલન માટે આરબીઆઈએ આજે ૩.૭૫ ટકા સાથે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી દાખલ કરી હતી. આ ફેસિલિટીને કારણે નાણાં વ્યવસ્થામાંથી વધારાની લિક્વિડિટી પાછી ખેંચાશે.
રશિયા પર આર્થિક પ્રતિબંધો મુદ્દે આરબીઆઈ સંવેદનશીલ
રૂપિયા-રુબલ પેમેન્ટ પ્લેટફોર્મ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી
ભારતીય રિઝર્વ બેન્ક ભારત-રશિયા વચ્ચે વેપાર માટે પેમેન્ટ સોલ્યુશનના સમાધાન માટે સરકાર સાથે કામ કરી રહી છે. પરંતુ કેન્દ્રીય બેન્કે કહ્યું કે, યુક્રેન પર રશિયાના આક્રમણ પછી મોસ્કો પર પશ્ચિમી દેશો દ્વારા મૂકાયેલા આર્થિક પ્રતિબંધોથી પેમેન્ટ સિસ્ટમ પર અસર થઈ છે.
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આ બાબતનો સરકારે પહેલા ઉકેલ લાવવાનો છે અને કેન્દ્રિય બેન્કને સંબંધ છે ત્યાં સુધી અમે એવું કશું જ નહીં કરીએ, જે પ્રતિબંધો વિરુદ્ધ હોય.
રશિયા પર મુકાયેલા આર્થિક પ્રતિબંધો ખૂબ જ સંવેદનશીલ બાબત છે. ફેબુ્રઆરીના અંતમાં યુદ્ધ શરૂ થયા બાદથી ભારત-રશિયા વચ્ચે કોઈ નવું પેમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરાયું નથી. જોકે, આરબીઆઈ બધા વિકલ્પો અંગે ચર્ચા કરી રહી છે.
રિઝર્વ બેન્કે વૃદ્ધિદરના બદલે મોંઘવારી પર વધુ ધ્યાન આપશે
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે કહ્યું કે લગભગ ત્રણ વર્ષ સુધી આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પછી કેન્દ્રીય બેન્ક હવે વધતા ફુગાવાના દબાણનો સામનો કરવા માટે તેની નીતિગત પ્રાથમિક્તાઓમાં ફેરફાર કર્યો છે. અગ્રતાઓની શ્રેણીની દ્રષ્ટિએ રિઝર્વ બેન્કે ત્રણ વર્ષમાં પહેલી વખત આર્થિક વિકાસના બદલે ફુગાવાને વધુ મહત્વ આપ્યું છે. અનાજના વૈશ્વિક ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. પરિણામે આરબીઆઈએ હવે કોરોનાકાળની સરળ લોન નીતિઓને પાછી લેવા પર ધ્યાન આપ્યું છે. તેમણે ઉમેર્યું કે, ફુગાવામાં જોવા મળી રહેલી વૃદ્ધિની આશંકાઓ વચ્ચે રિઝર્વ બેન્ક મહામારીના બે વર્ષમાં અપનાવેલી અત્યંત નરમ નાણાં નીતિને પાછી લેશે.