ભારતના સૌથી મોટા દુશ્મન હાફિઝ સઈને પાકિસ્તાને સંભળાવી 31 વર્ષની સજા

ભારતના સૌથી મોટા દુશ્મન હાફિઝ સઈને પાકિસ્તાને સંભળાવી 31 વર્ષની સજા


નવી દિલ્હી, તા. 8મી
એપ્રિલ
, 2022

ભારતના સૌથી મોટા દુશ્મનોમાં ટોચના સ્થાને આવતા આતંકવાદી હાફિઝ સઈદ (Hafiz Saeed)ને
પાકિસ્તાનને 31 વર્ષની સજા ફટકારી છે.

પાકિસ્તાનની
આતંકવાદ વિરોધી અદાલતે હાફિઝને 31 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે સઈદ
પર 3.40 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ટેરર ફંડિંગના બે કેસમાં કોર્ટે તેને સજા
સંભળાવી છે.

જમાત-ઉદ-દાવા
(
JUD)ના વડા હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર
કરવામાં આવ્યો છે. તે જ સમયે અમેરિકાએ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઇનામ પણ
રાખ્યું છે. હાફિઝ સઈદ 2008ના મુંબઈ આતંકી હુમલામાં મોસ્ટ વોન્ટેડ આતંકી છે. આ
આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.

હાફિઝ
સઈદની જુલાઈ
, 2019માં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા
ધરપકડ કરવામાં આવી હતી
, જ્યારે તે લાહોરથી ગુજરાનવાલા જઈ
રહ્યો હતો.

Share: