×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમરાન ખાનની વધુ એક રાજરમત: સામૂહિક રાજીનામાં બાદ કરશે રાષ્ટ્રજોગ સંબોધન


નવી દિલ્હી,8 એપ્રિલ 2022,શુક્રવાર

પાકિસ્તાનની રાજકીય સમિતિએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને રાજીનામું આપવાનું સૂચન કર્યું છે. દરમિયાન શુક્રવારે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ ઈમરાન ખાને એક ચેનલ સાથે વાત કરતા કહ્યું કે,દેશનાં વડાપ્રધાન પિતા સમાન હોય છે. લોકોના ભલા માટે અમે રાજનીતિ કરી છે અને અમારા કાર્યકાળ દરમિયાન વિશ્વમાં દેશની છબી સુધરી છે. અમે લોકોની સેવા કરી છે અને જનતા અમારી સાથે છે. ઈમરાન ખાન શુક્રવારે રાત્રે 10 વાગ્યે પાકિસ્તાનની જનતાને પણ સંબોધિત કરશે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ શનિવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. જો રાજીનામું થશે, તો સરકાર પહેલેથી જ પડી જશે અને મતદાન નહીં થાય. જો મતદાન થાય તો પણ ઈમરાન ખાન સત્તામાંથી બહાર થઈ શકે છે, કારણ કે તે નંબર ગેમમાં પાછળ ચાલી રહ્યાં છે.

ઈમરાન ખાને કહ્યું કે, એ સિદ્ધાંતો જેના પર દેશનું નિર્માણ થયુ હતુ,પાકિસ્તાન એ સિદ્ધાંતોથી દૂર છે.પવિત્ર પૈંગમ્બરનો માર્ગ એ જ સાચો માર્ગ છે.


ઇમરાન ખાને કહ્યું કે, ઇમરાન ખાને કહ્યું કે, જીવનનો અનુભવ એ સમજવામાં આપણી મદદ કરે છે કે સૌથી શ્રેષ્ટ માર્ગ કયો છે અને કયો માર્ગ ખોટો છે. મેં મારો પુરતો પ્રયત્ન કર્યો હતો કે, હું યુવાઓને એ માર્ગ પર લઇ જાઉ પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આ વખતે ઇસ્લામોફોબિયાથી લડવામાં અસફળ રહ્યાં.     

એક અહેવાલ પ્રમાણે એવું પણ શક્ય છે કે તેમની પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો એકસાથે રાજીનામું આપી દે. જો કે જે લોકોએ ઇમરાનની પાર્ટી છોડી છે, તેમને અયોગ્ય કહીને પાર્ટીમાંથી બહાર ફેંકી શકાય છે.

પાકિસ્તાનના ગૃહ પ્રધાન શેખ રાશિદે કહ્યું, કે સામૂહિક રાજીનામું દેશમાં વર્તમાન રાજકીય સંકટને હલ કરી શકે છે.