×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પત્રકાર અને તેમના સાથીઓના કપડાં ઉતરાવવા મામલે 2 પોલીસ અધિકારી સસ્પેન્ડ


- પોલીસે ધરણાં પ્રદર્શન કરી રહેલા કેટલાક લોકોની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેમના કપડાં ઉતરાવીને થાણામાં સરઘસ કાઢ્યું હતું

ભોપાલ, તા. 08 એપ્રિલ 2022, શુક્રવાર

મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં પત્રકાર અને તેમના સાથીઓના કપડાં ઉતરાવવા મામલે 2 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે રિપોર્ટની માગણી કરી છે. 

પોલીસ સ્ટેશનમાં અંડરવેરમાં ઉભેલા પત્રકાર અને તેમના સાથીઓની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પ્રદેશ સરકારે આ મામલે નોંધ લીધી હતી અને કાર્યવાહી કરી હતી. 

મુજબ મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં એક પત્રકાર અને અન્ય લોકોની માત્ર અંડરવેર પહેરીને ઉભા હોય તેવી તસવીર વાયરલ થઈ હતી. જાણવા મળ્યા મુજબ પોલીસે ધરણાં પ્રદર્શન કરી રહેલા કેટલાક લોકોની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેમના કપડાં ઉતરાવીને થાણામાં સરઘસ કાઢ્યું હતું. સ્થાનિક પોલીસે ધરપકડ કર્યા બાદ પત્રકાર અને અન્ય લોકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. અંડરવેર પહેરીને ઉભેલા લોકોનો ફોટો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે સંજ્ઞાન લીધું હતું. 

ભોપાલ પોલીસ હેડક્વાર્ટરના જવાબદાર અધિકારીઓ પાસેથી આ સમગ્ર ઘટનાક્રમ મામલે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. સાથે જ આવા વ્યવહાર મામલે દોષી પોલીસકર્મીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. 

પત્રકારો સાથે થયેલા દુર્વ્યવહાર મામલે જવાબદાર થાણા પ્રભારી અને એક SIને સસ્પેન્ડ કરીને લાઈન અટેચ કરવા આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ સીધી જિલ્લાના SP મુકેશ કુમાર શ્રીવાસ્તવે કોતવાલી થાણા પ્રભારી મનોજ સોની અને અમિલિયા થાણા પ્રભારી અભિષેક સિંહને લાઈન હાજર કરી દીધા હતા. 

રીવા રેન્જના IGએ આ મામલે ટ્વિટમાં લખ્યું હતું કે, સીધી જિલ્લા સાથે સંબંધિત એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેને ગંભીરતાથી લઈને થાણા પ્રભારી કોતવાલી સીધી અને એક નાયબ નિરીક્ષકને તાત્કાલિક હટાવીને પોલીસ લાઈન સંબદ્ધ કરવામાં આવી છે. આ સમગ્ર કેસની તપાસ ASP પાસે કરાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે.