×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંસદ ભંગ કરવાનો નિર્ણય ભૂલભરેલોઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ, 7:30 કલાકે ચુકાદો


- સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે, વડાપ્રધાન ઈમરાન ખાને નેશનલ એસેમ્બલી વિખેરી નાખવા માટે કરેલી દરખાસ્ત માટે યોગ્ય કારણો આપ્યા નથી

ઈસ્લામાબાદ, તા. 07 એપ્રિલ 2022, ગુરૂવાર

ગત તા. 3 એપ્રિલના રોજ ડેપ્યુટી સ્પીકર દ્વારા ઈમરાન ખાન સરકાર સામે રજૂ કરવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ ગેરબંધારણીય હોવાનો નિર્ણય પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચે સર્વાનુમતે ભૂલભરેલો હોવાનું જાહેર કર્યું છે. આ સાથે પાકિસ્તાનમાં રાજકીય કટોકટી વધારે વિકટ બની છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ અંગે વિગતવાર ઓર્ડર જ જાહેર કરવામાં આવશે. આ સમગ્ર મામલે આજે સાંજે 7:30 કલાકે ચુકાદો જાહેર કરવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે, વડાપ્રધાન ઈમરાન ખાને નેશનલ એસેમ્બલી વિખેરી નાખવા માટે કરેલી દરખાસ્ત માટે યોગ્ય કારણો નથી આપ્યા. 

દરમિયાન પાકિસ્તાનના એડવોકેટ જનરલ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના વકીલે હવે શું કરવું એ અંગે સુપ્રીમ કોર્ટને પોતાને દલીલો અને માર્ગદર્શન આપશે. એવી શક્યતા જોવાઈ રહી છે કે ઈમરાન ખાન સામે અવિશ્વાસના પ્રસ્તાવ ઉપર ચર્ચા થાય અથવા તો સુપ્રીમ કોર્ટની ભલામણ અનુસાર વિરોધ પક્ષને સરકાર બનાવવા માટે મોકો આપવામાં આવે.