×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયના શસ્ત્રોની ખરીદી ભારતના હિતમાં નથી : અમેરિકા


- રશિયન પ્રમુખ પુતિનની બે પુત્રીઓ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો 

- રશિયા પાસેથી સસ્તુ ઓઇલ ખરીદવાના ભારતના નિર્ણયનો અમેરિકાએ વિરોધ કર્યો હતો : રશિયાના અર્થતંત્રને પાયમાલ કરવા યુરોપ તેના પર વધુ આકરા પ્રતિબંધો મુકશે

- અમેરિકાએ આશ્ચર્ય વચ્ચે પ્રતિબંધો પછી રશિયા પાસેથી તેલની ખરીદીમાં 43 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો

- અમેરિકાએ યુક્રેનને દસ કરોડ ડોલરના જ્વેલીન મિસાઇલ આપ્યા

નવી દિલ્હી : યુક્રેન પરના હુમલાના લીધે રશિયા પર પ્રતિબંધો વચ્ચે અમેરિકા ભારત પર સતતદબાવ બનાવી રહ્યું છે કે તે રશિયા પાસેથી કોઈપણ પ્રકારની ઊર્જાનિકાસ નવધારે. અમેરિકાએ રીતસરની ગર્ભિત ચેતવણી આપતા જ જણાવ્યું છે કે ભારત પાસેથી રશિયાની તેલની કે શસ્ત્રોની કોઈપણ પ્રકારની આયાત તેના હિતમાં નથી. ઉલ્લેખનીય છે કે  રશિયા ભારતને રાહતદરે તેલ પૂરુ પાડવા તૈયાર થયું છે.

આ ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપસિંહ બુધવારે બે દિવસના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતને ચેતવણી આપી હતી કે જો તે રશિયા પાસેથી ઓછા દરેથી તેલ ખરીદે છે તો તેણે અમેરિકન પ્રતિબંધોનો સામનો કરવો પડશે. 

આશ્ચર્યની વાત તો એ છે કે અમેરિકાએ પોતે રશિયા પાસેની ખરીદીમાં ૪૩ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. 

આ ઉપરાંત અમેરિકાની રક્ષા સચિવ લોઇડ ઓસ્ટિને મંગળવારે જણાવ્યું હતું કે તેમને આશા છે કે ભારત આગળ વધીને રશિયાના લશ્કરી સાધનો પરનો તેનો આધાર ઘટાડશે. 

અમેરિકા અને યુરોપના પ્રતિબંધોના લીધે રશિયાના અર્થતંત્રને ફટકો પડયો છે અને હવે અમેરિકાએ વોર ક્રાઇમના પગલે પુતિનની બે પુત્રીઓ અને રશિયાની બેન્કો પર પેનલ્ટી લાદી છે. આની સાથે અમેરિકા, બ્રિટન અને યુરોપીયન યુનિયન રશિયાને લક્ષ્યાંક બનાવી નવા પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે. તેમા રશિયામાં નવું રોકાણ કરવા પરના પ્રતિબંધનો સમાવેશ થાય છે. 

પશ્ચિમી સરકારોએ રશિયા પર વધુ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી છે ત્યારે યુક્રેને રશિયા પર વધુ આકરા પ્રતિબંધો લાદવા અને તેમને શસ્ત્રો મોકલવા વિનંતી કરી છે. તેના પગલે ઝેકોસ્લાવાકિયાએ યુક્રેનને ટ્રેન ભરીને શસ્ત્રો મોકલ્યા છે. તેમા એક રેજિમેન્ટ ચલાવી શકે તેટલી ટેન્કો અને બીજા શસ્ત્રોનો સમાવેશ થાય છે.  અમેરિકાએ આ ઉપરાંત યુક્રેનને દસ કરોડ ડોલરના જેવલિન એન્ટી-ટેન્ક મિસાઇલ મોકલવા મંજૂરી આપી છે. આ સાથે યુક્રેનને અમેરિકાની લશ્કરી સહાય ૨.૪ અબજ ડોલરે પહોંચી છે. કોંગ્રેસે અમેરિકાને યુક્રેનને કુલ ૧૩.૬ અબજ ડોલરની સહાય માટે મંજૂરી આપી છે, તેમાથી ૨.૪ અબજ ડોલર ઉપયોગમાં લેવાયા છે. 

રશિયન પ્રમુખ પુતિન માટે યુદ્ધ જારી રાખવું વધુને વધુ મુશ્કેલ બની ગયું છે. રશિયાની નાણાકીય વ્યવસ્થા તૂટી પડવાના આરે છે. તેનો ફુગાવો ૧૫ ટકાને આંબી ગયો છે. તેના અર્થતંત્રમાં ૧૫ ટકાનો સંકોચન થયું છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓએ દેશમાંથી નીકળવા રીતસરની દોટ લગાવી છે. દરેક દીવસ વીતવાની સાથે પુતિન માટે યુદ્ધ જારી રાખવું વધુને વધુ મુશ્કેલ બની જશે.