×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Breaking: નકલી એન્કાઉન્ટરમાં ફસાયેલા નિવૃત IPS એન.કે.અમીનને ગુંડાઓએ રસ્તામાં આંતરી ગાડી ખેંચવાનો પ્રયાસ કર્યો


- સુરતના કાપડના વેપારીએ 3 કરોડના લેણાંની રકમમાંથી 15 લાખ બાદ કરવા કાર IPSના પત્નીને આપી હતી

અમદાવાદ, તા. 06 એપ્રિલ 2022, બુધવાર 

ગુજરાતના નિવૃત્ત આઇપીએસ એન.કે. અમીનને રસ્તામાં આંતરીને ગુંડાઓએ તેમની હ્યુન્ડાઇ વર્નાગાડી પડાવી લેવા ઝપાઝપી કરી હતી. દરમિયાન આઇપીએસ સાથે 2 કરોડની ઠગાઈ કરનાર દંપતિને કારણે સમગ્ર મામલો બન્યાની વિગત ખુલી હતી. સુરતના કાપડના વેપારીએ આઈપીએસની પત્નીને 3 કરોડના લેણાંની રકમમાંથી 15 લાખ બાદ કરવા પેટે આપેલી આ કાર બેન્કમાંથી લોન પર લીધી હતી. જેના હપ્તા ભર્યા ન હોવાથી બેંક લોન વસુલાત કરનારા આ  ગાડી જપ્ત કરવા આવ્યા હતા. બનાવ અંગે સોલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.