×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોલ ઈન્ડિયાએ ઔદ્યોગિક એકમોની કોલસાની ડિલિવરી ઘટાડી પાવર પ્લાન્ટો માટે ફાળવી

5મી એપ્રિલ, 2022 મંગળવાર

નવી દિલ્હી : ભારતમાં સતત બીજા વર્ષે પાવરકાપના કાળા વાદળો ઘેરાઈ રહ્યાં છે. દેશમાં સતત બીજા વર્ષે કોલસાની અછત સાથે વીજ સંકટ સર્જાવાની આશંકા છે.

દેશની સૌથી મોટી કોલસા કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ દેશના ઔદ્યોગિક એકમોના કોલસા સપ્લાયમાં કામ મુકીને પાવર પ્લાન્ટ્સને પ્રાધાન્ય આપી રહી છે. ઈન્ડસ્ટ્રીયલ ગ્રાહકો માટે કોલ ઈન્ડિયાએ ડિલિવરી ઘટાડી છે. દેશમાં હાલ કોલસાનો સ્ટોક નિર્ધારિત લક્ષ્યાંક સ્તરથી નીચે છે અને દેશ પરંપરાગત ઉનાળાની માંગની ટોચ તરફ આગળ વધી રહ્યો છે.

સરકારી કંપની દ્વારા બિન-પાવર સેક્ટરના વપરાશકર્તાઓને દૈનિક પુરવઠો 275,000 ટન સુધી મર્યાદિત કર્યો છે. આ આંકડો તાજેતરના સરેરાશ દૈનિક વોલ્યુમ કરતાં લગભગ 17% ઓછો છે તેમ બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું છે.

આ સિવાય રેલ્વે કેરેજની મર્યાદિત ઉપલબ્ધતા એટલેકે પ્રોડ્યુસરએ ઉત્પાદન કેન્દ્રોને મોટા ભાગના બળતણને ઔદ્યોગિક ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ટ્રેનને બદલે ટ્રકનો ઉપયોગ કરવાનું કહ્યું છે, જેનાથી ડિલિવરી ધીમી થવાની શક્યતા છે. રેક તરીકે ઓળખાતા એક રેલ્વે કેરેજ 4000 ટન કોલસાનું વહન કરી શકે છે, જ્યારે એક ટ્રક સામાન્ય રીતે લગભગ 25 ટન કોલસાનું ટ્રાન્સપોર્ટેશન કરી શકે છે.

એલ્યુમિનિયમ એસોસિએશન ઓફ ઈન્ડિયાના તાજેતરના નિવેદન અનુસાર દેશના સૌથી મોટા વીજળી વપરાશકારોમાંના કેટલાક એલ્યુમિનિયમ ઉત્પાદકો માર્ચમાં સ્થાનિક કોલસા માટે 450% પ્રીમિયમ ચૂકવ્યું હતુ.

રવિવારે પાવર પ્લાન્ટ્સ માટેનો સ્ટોકપાઇલ ઘટીને લગભગ 25.2 મિલિયન ટન થયો હતો, જે ભારતના કોલસા મંત્રાલય દ્વારા નિર્ધારિત 45 મિલિયન ટનના લક્ષ્યાંક કરતાં ઘણો ઓછો હતો.