×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુકેશ અંબાણીને પછાડીને ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન


- મુકેશ અંબાણી 99 અબજ ડોલરની સંપત્તિ સાથે 11માં નંબર પર આવી ગયા છે

નવી દિલ્હી, તા. 03 એપ્રિલ 2022, રવિવાર

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન બની ગયા છે. તેની સાથે જ અદાણી, એલન મસ્ક અને જેફ બેઝોસ જેવા બિઝનેસમેન્સના એલિટ ક્લબમાં પણ સામેલ થઈ ગયા છે. 

બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ પ્રમાણે અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી ફરી એક વખત 100 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આ લિસ્ટમાં મૂકેશ અંબાણી હવે તેમનાથી પાછળ છે. આ બદલાવની સાથે જ અદાણી હવે દુનિયાના 10માં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આની સાથે જ અદાણી મસ્ક અને બેઝોસ જેવા અબજોપતિઓના લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. 

બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી 99 અબજ ડોલરની સંપત્તિ સાથે 11માં નંબર પર આવી ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અદાણી અને અંબાણી અબજોપતિઓના લિસ્ટમાં સતત ઉપર નીચે થઈ રહ્યા છે. આ લિસ્ટમાં ક્યારેક અંબાણી ઉપર હોય છે તો ક્યારેક અદાણી. 

તાજેતરમાં જ પ્રકાશિત થયેલા હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2022 પ્રમાણે છેલ્લા વર્ષમાં અદાણીની કુલ સંપત્તિમાં 49 બિલિયન અમેરિકી ડોલરની વૃદ્ધિ થઈ છે. જે દુનિયાના ટોચના 3 અબજપતિઓ એલન મસ્ક, જેફ બેઝોસ અને બર્નાર્ડ અરનોલ્ટની તુલનામાં વધારે છે.