×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માર્ચમાં GSTની ઐતિહાસિક રૂ. 1.42 લાખ કરોડની આવક

નવી દિલ્હી, તા.1 એપ્રિલ 2022,શુક્રવાર 

માર્ચ મહિનામાં (ફેબ્રુઆરી મહિનામાં થયેલા બિલિંગ માટે ભરવામાં આવતો ટેક્સ) દેશમાં જીએસટીની કુલ આવક રૂ.1,42,095 કરોડ થઇ છે જે જીએસટીના અમલ પછીની સૌથી વધુ માસિક આવક છે. કુલ આવકમાં કેન્દ્રીય જીએસટી રૂ.25830 કરોડ, રાજ્ય નો જીએસટી રૂ.32,378 કરોડ આને આયાત-નિકાસનો આઇજીએસટી રૂ.74470 કરોડ છે. આ મહિનામાં રૂ. 9417 કરોડની સેશ પણ એક્ત્ર કરવામાં આવી છે. 

ગત માર્ચ 2021 કરતા માર્ચ 2022માં જીએસટીની આવક 15 ટકા વધારે છે. નાણાંકીય વર્ષ 2021-22માં સરેરાશ દર મહિને રૂ. 1.38 લાખ કરોડની જીએસટીની વસૂલાત થઇ છે જે પાછલા વર્ષ રૂ.1.30 લાખ કરોડ હતી.

માર્ચ મહિનામાં ગુજરાત રાજ્યની જીએસટીની આવક ગત વર્ષ કરતા 12 ટકા વધીને રૂ.9158 કરોડ થઇ છે. જ્યારે સમગ્ર દેશમાં ઓરિસ્સા 26 ટકા, મેઘાલય 19 ટકા, બિહાર 13 ટકા, હરિયાણા 17 ટકા વધી છે જે ગુજરાત કરતા વધારે છે.