×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જો PM મોદી મધ્યસ્થી પર વિચારી રહ્યા હોય તો તેમનું સ્વાગત છે: યુક્રેનના વિદેશ મંત્રી


- યુક્રેનમાં રશિયન હુમલામાં સેંકડો મહિલાઓ અને બાળકો માર્યા ગયા છે

નવી દિલ્હી, તા.31 માર્ચ 2022,ગુરૂવાર 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બીજો મહીનો ચાલી રહ્યો છે. ઘણી વખત વાતચીત પણ થઈ ચૂકી છે અને રશિયાએ ઈંસ્તબુંલમાં થયેલી બેઠકમાં હુમલા ઓછા કરવાની વાત કહી હતી. આ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ જણાવ્યું છે કે, રશિયન હુમલા વચ્ચે તેમના દેશમાં શું થઈ રહ્યું છે. એટલું જ નહીં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મધ્યસ્થી કરવાની પણ માગ કરી છે.

જાણો તેમના દ્વારા કહેવામાં આવેલી 10 મહત્વની વાતો

- અમે રશિયાને કેટલાક સારા પ્રસ્તાવ આપ્યા છે પરંતુ અમારે જમીની સ્તર પર સ્થિતિને જોવાની જરૂર છે. હુમલા થઈ રહ્યા છે. જમીન પર જે થઈ રહ્યું છે તેનાથી વાતચીત તૂટતી નજર આવી રહી છે. કિવ અને ચેર્નિહાઇવમાંથી કોઈપણ રશિયન સૈન્યની સાર્થક વાપસી નથી થઈ. 

- અમે કેટલાક વિસ્તારોમાં કેટલાક રશિયન સૈનિકોને પાછા ફરતા જોયા છે. પરંતુ એનો મતલબ એ નથી કે, સેના સંપૂર્ણપણે પરત ફરી ચૂકી છે. એટલા માટે રશિયન આશ્વાસનોથી સાવધાન રહેવાની જરૂર છે. 

- રશિયા પોતાની યોજના છૂપાવી રહી છે. તેમની સેના પૂર્વીય વિસ્તારમાં હુમલાની યોજના બનાવી રહી છે. 

- અમે કોઈ પર આક્રમણ નથી કર્યું. અમારી એવી ધારણા હતી કે, યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે પરંતુ અમે ખોટા સાબિત થયા. 

- યુક્રેનમાં રશિયન હુમલામાં સેંકડો મહિલાઓ અને બાળકો માર્યા ગયા છે. 

- અમે યુદ્ધને સમાપ્ત કરવા માગીએ છીએ. અને નથી ઈચ્છતા કે, કોઈ મરે. હું મારા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરૂ છું.

- તે સત્ય છે કે, ભારત સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ અમે એ નિર્દેશ કરવા માંગીએ છીએ કે આ સમગ્ર મામલે યુક્રેન ઈતિહાસના સાચા પક્ષમાં છે.

- દુનિયામાં માત્ર એક જ વ્યક્તિ છે જે યુદ્ધ ઈચ્છે છે અને તે છે વ્લાદિમીર પુતિન.

- જ્યાં સુધી રશિયા તેની ટેન્કો અને વિમાનો સાથે યુક્રેનમાં પ્રવેશ્યું ન હતું ત્યાં સુધી યુક્રેન ભારતીયોનું ઘર રહ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ પાછા આવે.

- રશિયામાં નિર્ણય લેનાર એકમાત્ર વ્યક્તિ રાષ્ટ્રપતિ પુતિન છે તેથી યુદ્ધ સમાપ્ત કરવા માટે તમારે તેમની સાથે સીધી વાતચીત કરવાની જરૂર છે.