×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સીએમ કેજરીવાલના ઘર પર હુમલો, સીસીટીવી કેમેરા અને બેરિકેડની તોડફોડ, ભાજપના કાર્યકરો પર આરોપ

નવી દિલ્હી,તા.30.માર્ચ.2022,બુધવાર

કાશ્મીર ફાઈલ્સ પરના નિવેદનના કારણે વિવાદમાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો થયો છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનુ કહેવુ છે કે, કેટલાક અસામાજિક તત્વોએ કેજરીવાલના ઘરના સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી માટે લગાવેલી બેરિકેડ તોડી નાંખી છે. આ સિવાય ગેટ પરના બેરિયરનીપ ણ તોડફોડ કરવામાં આવી છે.

તેમણે આરોપ મુક્યો હતો કે, આ તોડફોડ ભાજપના જ ગુંડાઓએ કરી છે અને પોલીસ જ તેમને કેજરીવાલના ઘર સુધી લઈ આવી છે.

પોલીસના કહેવા પ્રમાણે ભાજપના યુવા મોરચાના 100 કરતા વધારે કાર્યકરોએ સવારે સાડા અગિયાર વાગ્યે સીએમના ઘરની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતુ. આ વિરોધ કેજરીવાલે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને આપેલા નિવેદન સામે હતુ અને બપોરે એક વાગ્યે કેટલાક દેખાવકારો બેરિકેડ તોડીને સીએમના ઘરની બહાર સુધી પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ઘર પર પેઈન્ટ ફેંક્યો હતો અને સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા.

પોલીસે 70 લોકોની આ મામલામાં અટકાયત કરી છે. ભાજપનો આરોપ છે કે, કેજરીવાલે કાશ્મીરી પંડિતોના નરસંહારની મજકા ઉડાવી છે.