×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારી કર્મચારીઓને મોદી સરકારની ભેટ : મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

નવી

દિલ્હી,તા.30.માર્ચ.2022,બુધવાર

કોરોના મહામારીને કારણે અટવાયેલ સરકારી કર્મચારીઓના લાભ પર ફરી સરકારે નજર દોડાવી છે. કેબિનેટની આજની બેઠક કર્મચારીઓના ડિયરનેશ અલાઉન્સ એટલેકે મોંઘવારી ભથ્થમાં 3%ના વધારાની જાહેરાત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલ કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આજે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સનોના મોંઘાવરી ભથ્થામાં 3%નો વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. નવું મોંઘવારી ભથ્થું 1લી જાન્યુઆરી, 2022 થી લાગુ થશે.

અત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને સરકાર તરફથી 31% ડીએ મળે છે જે હવે વધીને 34% થશે. આ ડીએ વધારાનો દેશના 47.68 લાખ સરકારી કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને મળશે. આ વધારાથી સરકારી તિજોરી પર 9545 કરોડનો બોજો પડશે.

કોરોના બાદનું ત્રીજું DA Hike :

કોરોનાવાયરસ મહામારીને કારણે DAમાં સુધારો દોઢ વર્ષથી અટકી ગયો હતો. જુલાઈ, 2021માં કેન્દ્ર સરકારે લાંબા વિરામ બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 17 ટકાથી વધારીને 28 ટકા કરી હતી. ફરી ઓક્ટોબર, 2021માં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને હાલ કર્મચારીઓને 31 ટકા મળી રહ્યું છે, જે જુલાઈ, 2021થી લાગુ થયું છે. તેવી જ રીતે, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે મોંઘવારી રાહત પણ વધીને 31 ટકા થઈ ગઈ છે.