×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજથી ટી-20ના ક્રિકેટ કાર્નિવલ IPLનો રંગેચંગે પ્રારંભ


- ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ જેવી બે નવી ટીમની એન્ટ્રી

- 29 મેના રોજ રમાનાર ફાઈનલ અમદાવાદમાં યોજાય તેવી શક્યતા : કુલ 74 મેચના રોચક મુકાબલા : ચેમ્પિયન ટીમને રૂા. 20 કરોડનું ઈનામ મળશે

- દસ ટીમ વચ્ચે ખરાખરીનો જંગ : આજે સાંજે 7.30થી ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે ટક્કર

મુંબઈ : ક્રિકેટ ચાહકોને જેનો આતુરતાથી ઈંતેજાર હોય છે તેવી આઈપીએલનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. કોરોનાનો કહેર હવે શાંત થયો છે, ત્યારે આ વખતે આઈપીએલ ભારતમાં જ પ્રેક્ષકોની મર્યાદિત હાજરીમાં પૂર્ણ થશે તેમ નિશ્ચિત જણાય છે. આ અગાઉની આઈપીએલ ભારતમાં અધવચ્ચેથી પડતી મુકાઈ હતી અને તે પછી બાકીની મેચો કેટલાક મહિના પછી યુએઈમાં પૂરી કરાઈ હતી.

આ વખતે આઈપીએલની તમામ લીગ મેચો મુંબઈ, નવી મુંબઈ અને પૂણેમાં રમાશે. જેથી ભાગ લેનારી દસ ટીમોને ભારતના જુદા જુદા શહેરોમાં પ્રવાસ નહિં કરવો પડે તેમજ કોરોનાનો ભય પણ ઘટશે.

ફાઈનલ સહિત કુલ ૭૪ મેચો યોજાશે. ૭૦ લીગ મેચ બાદ પ્રથમ સેમિફાઈનલ, એલિમિનેટર બાદ બીજી સેમિફાઇનલ અને ફાઇનલ એમ બાકીની ચાર મેચો ક્યાં રમાશે તે હજુ જાહેર નથી થયું. પ્લે ઓફની ૩ અને છેલ્લે ફાઈનલ તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે તે લગભગ નિશ્ચિત છે. 

એક લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જોકે અમદાવાદમાં જે પણ મેચ રમાશે તેમાં કેટલા પ્રેક્ષકોને સમાવેશ અપાશે તે હજુ નક્કી નથી.

આઈપીએલની આ ૧૫મી સીઝનનું આકર્ષણ એ છે કે ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ એમ બે વધુ ટીમ ઉમેરાઈ છે. અગાઉની સીઝનમાં આઠ ટીમો હતી તે હવે દસ ટીમ વચ્ચેનો જંગ બની રહેશે. અગાઉ ૨૦૧૧ના વર્ષમાં ૧૦ ટીમો હતી. જ્યારે ૨૦૧૨-૨૦૧૩માં ૯-૯ ટીમો હતી. તે સીવાયની આઈપીએલ આઠ ટીમ વચ્ચે રમાઈ છે.

આવતીકાલે પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે ૭.૩૦થી વાનખેડે સ્ટેડિયમ પર રમાશે.

આઠ ટીમોને તેમના ચાર ખેલાડીઓ રીટેઈન કરવાની છૂટ અપાઈ હતી અને બાકીના તમામ ખેલાડીઓને હરાજીમાં મુકવામાં આવ્યા હતા. જોકે તે પહેલાં તેમાંથી નવી બનેલી બે ટીમને ત્રણ ત્રણ ખેલાડીઓ ખરીદવાની છૂટ અપાઈ હતી.

મેગા હરાજી બેંગ્લોરમાં ગત ૧૨ અને ૧૩ ફેબુ્રઆરીના રોજ રાખવામાં આવી હતી. હરાજીમાં વિકેટકપર બેટ્સમેન ઈશાન કિશન સૌથી વધુ રૂા. ૧૫.૨૫ કરોડ સાથે ખરીદાયેલ ખેલાડી બન્યો હતો. મુંબઈની ટીમે તેને ખરીદ્યો હતો.

વિદેશી ખેલાડીઓમાં લિવિંગસ્ટોન સૌથી મોંઘો હતો. પંજાબની ટીમે તેને રૂા. ૧૧.૫૦ કરોડમાં ખરીદ્યો હતો. આ વર્ષની આઈપીએલ ચેમ્પિયન ટીમને રૂા. ૨૦ કરોડ ઈનામ તરીકે મળશે.

મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ પાંચ વખત ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦માં ટાઈટલ જીત્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૮, ૨૦૨૧માં એમ ચાર ટાઈટલ જીત્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે બે તેમજ રાજસ્થાન રોયલ્સ, ડેક્કન ચાર્જર્સ તેમજ સનરાઈઝ હૈદ્રાબાદે ૧-૧ વખત ચેમ્પિયન્સશીપ જીતી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટન્સ પંજાબ કિંગ્સ એક પણ વખત જીતી નથી શક્યા.

 IPLના ચેમ્પિયન

ટીમ

ચેમ્પિયન

રાજસ્થાન

૨૦૦૮

ડેક્કન

૨૦૦૯

ચેન્નાઈ

૨૦૧૦

ચેન્નાઈ

૨૦૧૧

કોલકાતા

૨૦૧૨

મુંબઈ

૨૦૧૩

કોલકાતા

૨૦૧૪

મુંબઈ

૨૦૧૫

હૈદ્રાબાદ

૨૦૧૬

મુંબઈ

૨૦૧૭

ચેન્નાઈ

૨૦૧૮

મુંબઈ

૨૦૧૯

મુંબઈ

૨૦૨૦

ચેન્નાઈ

૨૦૨૧