×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અખિલેશ યાદવ અને આઝમખાને સંસદ સભ્ય તરીકે રાજીનામા આપ્યા, ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે

ઊત્તરપ્રદેશ,તા.22 માર્ચ 2022, મંગળવાર

યુપીની ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા આઝમખાને સંસદમાંથી રાજીનામુ આપી દીધુ છે.

આ બંને નેતાઓ તાજેતરમાં યુપીની ચૂંટણી લડ્યા હતા અને તેમની જીત થઈ હતી. આ સંજોગોમાં તેમણે સાંસદ કે ધારાસભ્ય એમ બે માંથી એક હોદ્દા પરથી રાજીનામુ આપવુ પડે તેમ હતુ.

અખિલેશ અને આઝમ ખાને ધારાસભ્ય પદે ચાલુ રહેવાનુ નક્કી કર્યુ છે. આમ તેમણે રાજ્યમાં વધારે સક્રિય રહેવાનો નિર્ણય કર્યો હોય તેમ લાગી રહ્યુ છે.

અખિલેશ યાદવે આજે લોકસભા સ્પીકરને મળીને પોતાનુ રાજીનામુ સોંપ્યુ હતુ. આમ હવે અખિલેશ યાદવ વિધાનસભામાં વિપક્ષના નેતા બને તેવી શક્યતા છે. આમ ભાજપની યોગી સરકાર સામે વિરોધનો મોરચો તેઓ જાતે સંભાળશે.

આ બંને નેતાઓના રાજીનામાના પગલે હવે લોકસભામાં સમાજવાદી પાર્ટીના 3 સાંસદો રહ્યા છે.

સાંસદ તરીકે રાજીનામુ આપતા પહેલા અખિલેશ યાદવે પોતાના મત વિસ્તારની મુલાકાત પણ લીધી હતી તેમજ કાર્યકરો અને બીજા નેતાઓ પાસે પણ સાંસદ તરીકે રાજીનામુ આપવા અંગે અભિપ્રાય માંગ્યો હતો.

બીજી તરફ આઝમખાન પણ હવે રામપુરના ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે. આ વખતે તેઓ જેલની અંદર રહીને ચૂંટણી લડયા છે અને જીત્યા છે.