×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં કોરોનાના નવા ૨૮૭૬ કેસો એક્ટિવ કેસો ઘટીને ૩૨,૮૧૧

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬દેશમાં કોરોનાના નવા ૨૮૭૬ કેસો સામે આવતા દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૨૯,૯૮,૯૩૮  થઇ ગઇ  છે. જ્યારે બીજી તરફ  દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૩૨,૮૧૧ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯૮  લોકોના મોત નોંધાતા  દેશમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક  વધીને ૫,૧૬,૦૭૨  થઇ ગયો છે.  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૧૧૦૬નો ઘટાડો થયો હતો. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક પોઝિટીવ રેટ ૦.૩૮ ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૦.૪૪ ટકા નોંધવામાં આવ્યો છે. આ સાથે દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૧૮૦.૬૦કરોડને પાર થઇ ગઇ છે.  આજથી મધ્ય પ્રદેશ સિવાય સમગ્ર દેશમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના માટેની કોર્બેવેક્સ વેક્સિન આપવાનું કાર્ય શરૃ કરી દેવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશમાં ૨૨ માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને વેક્સિન અપાશે.આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત કોરોનાનો સામનો કરવા માટે અગાઉ કરતા સારી સ્થિતિમાં છે પણ લોકોએ તમામ સાવચેતી રાખવાની જરૃર છેે.