×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાપાનમાં ભૂકંપના બે આંચકા, વર્ષ 2011ની ભયાવહ યાદ તાજી થઇ


વિશ્વમાં ભૂકંપના આંચકાઓ માટે સૌથી કપરું પેટાળ ધરાવતા અને નિરંતર મધ્યમ અને તીવ્ર આંચકા સહન કરતા જાપાનમાં આજે ફરી ધરતીના પેટાળમાં હિલચાલ જોવા મળી છે. મીનીટોના અંતરે ઉત્તર જાપાનમાં નેમી વિસ્તારમાં ૬.૪ અને ૭.૩ ના બે તીવ્ર આંચક અનુભવ્યા છે. આ આંચકાના કારણે સુનામીની લહેર જોવા મળે એવી ચેતવણી પણ જાહેર થઇ છે.

યુનાઈટેડ સ્ટેટ જીયોલોજી વિભાગના લાઈવ અર્થક્વેક સેન્ટર અનુસાર ધરતીના પેટાળમાં ૫૫ થી ૬૩ કિલોમીટરની ઊંડાઈએ આ બે આંચકા આવ્યા છે. બન્નેઆંચકા વચ્ચે એક મિનીટ જેટલું જ અંતર હોવાનું પણ પ્રાથમિક અહેવાલ જણાવે છે.

માર્ચ ૨૦૧૧માં જાપાનના ફૂકુશીમાપાસે આવેલા ૯ની તીવ્રતાના આંચકામાં સુનામી પણ આવી હતી અને ભૂકંપના કારણે લગભગ ૧૯,૦૦૦ નાગરીકોના મૃત્યુથયા હતા. આ સ્થળે આવેલા પરમાણું વીજમથકને ભારે નુકસાન થયું હતું અને તેમાંથી લીકેજની સમસ્યા થઇ હોવાથી સમગ્ર વિશ્વના શ્વાસ અદ્ધર થઇ હતા. સ્દ્ભાવે ભારે મહેનત પછી લીકેજ રોકી પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો.

આજના ભૂકંપના કારણે ફૂકુશીમાના દરિયાકિનારે ફરી ૧ મીટર ઉંચી સુનામી આવે તેવી ચેતવણી આપવામાં આવી છે.