×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Breaking : જથ્થાબંધ બાદ ગ્રાહક સ્તરના મોંઘવારી દરમાં પણ વધારો


14મી માર્ચ, 2022

અમદાવાદ : ભારતમાં મોંઘવારી ચોતરફ માજા મુકી રહી છે. સતત 11મા મહિને જથ્થાબંધ મોંઘવારી દર ડબલ ડિજિટમાં રહ્યાં બાદ આવેલ ગ્રાહક સ્તરના મોંઘવારીના આંકડા પણ નકારાત્મક રહ્યાં છે.

ફેબ્રુઆરીમાં ગ્રાહક સ્તરનો ફુગાવો વધીને 6.07% થયો છે. જાન્યુઆરી માસમાં સીપીઆઈ મોંઘવારી 6.01% હતી અને ફેબ્રુઆરી 2021માં આ આંકડો 5.03% હતો.

ગ્રાહક સ્તરની મોંઘવારીના તબક્કાવાર આંકડા :

  • ખાદ્ય તેલ મોંઘવારી દર 18.09%
  • મરી મસાલાનો ફુગાવો 6.24%
  • ખાદ્ય ફુગાવો 5.95%
  • ક્લોથિંગ અને ફુટવેરનો ઈન્ફલેશન રેટ 8.84%થી વધીને 8.86%

દેશમાં શહેરી વિસ્તારમાં મોંઘવારી દર જાન્યુઆરીના 5.91%થી સામાન્ય ઘટીને 5.75% થયો છે જ્યારે ગ્રામીણ વિસ્તારનો મોંઘવારી દર ગત મહિને 6.12%થી વધીને 6.38% થયો છે.

ફેબ્રુઆરી માસમાં ગુજરાતનો ફુગાવો 6.43% રહ્યો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં 7.04% અને શહેરી વિસ્તારમાં 5.84% મોંઘવારી રહી છે જે દર્શાવે છે કે દેશની સરેરાશ કરતા વધુ ફુગાવો ગુજરાત રાજ્યમાં છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફેબ્રુઆરીમાં મોનિટરી પોલિસીમાં જણાવ્યું હતું કે CPI ફુગાવો 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરેરાશ 5.7 ટકા રહેશે. જોકે રશિયા-યુક્રેન યુદ્ધને પગલે સર્જાયેલ અફરાતફરીની અસર અને ક્રૂડની અસર માર્ચ અને એપ્રિલના આંકડોમાં જોવા મળશે.

આરબીઆઈએ મોંઘવારી 4%થી +  કે – 2% રહેવાનો અંદાજ મુક્યો છે એટલેકે મહત્તમ 6% પરંતુ છેલ્લા બે મહિનાથી આ મોંઘવારી આરબીઆઈની મર્યાદા કરતા વધુ જોવા મળ્યો છે જેની અસર વ્યાજદરમાં વધારાના નિર્ણય અને અન્ય પરિબળો પર પડી શકે છે.