×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુધ્ધ ખતમ કરવાના મૂડમાં નથી પુતિન, ફ્રાંસ અને જર્મનીના રાષ્ટ્રપ્રમુખોનો દાવો


પેરિસ, તા. 13. માર્ચ. 2022 રવિવાર

રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ ખતમ થાય તે માટે બીજા દેશો હજી પણ પ્રયત્નો કરી રહ્યા છે.

શનિવારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્જે વાત કરી હતી.

આ દરમિયાન પુતિને યુધ્ધ ખતમ કરવા માટે સ્હેજ પણ ઈચ્છા વ્યક્ત કરી નહોતી.જર્મન સરકારના પ્રવકતાનુ કહેવુ હતુ કે, 75 મિનિટ સુધી પુતિન સાથે વાતચીત ચાલી હતી અને મેક્રોન તેમજ સ્કોલ્જે જંગ ખતમ કરવા માટે પુતિનને અપીલ કરી હતી પણ પુતિને યુક્રેનને લઈને બહુ જ આકરુ વલણ અપનાવ્યુ છે તેવુ તેમની સાથેની વાતચીતમાં દેખાઈ રહ્યુ હતુ.

દરમિયાન પુતિને સ્કોલ્જ અને મેક્રોનને કહ્યુ હતુ કે, યુક્રેનની સેના પોતાના નાગરિકોને ઢાલની જેમ ઉપયોગમાં લઈ રહી છે.રશિયન સેના નાગરિકોને બહાર નિકળવા માટે છુટ આપી રહી છે.યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી પોતે સંતાયેલા છે અને નાગરિકોના જીવ ખતરામાં મુકી રહ્યા છે.