×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ CWCની રવિવારે બેઠક, ગાંધી પરિવારના ત્રણેય સભ્યો રાજીનામું આપશે?


પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં એકદમ કંગાળ દેખાવ પછી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક બોલાવી છે. આ વર્કિંગ કમિટી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીમાં સૌથી મહત્વના નિર્યણ લેવાની સત્તા ધરાવતી રચના છે. સુત્રોના જણાવ્યા અનુસાર અધ્યક્ષા તરીકે સોનિયા ગાંધી, મહાસચિવ તરીકે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી એકસાથે રાજીનામાં આપવાની જાહેરાત આ બેઠકમાં કરશે.

સુત્રોએ જણાવ્યું હતું કે રાજ્યોની ચૂંટણીમાં પક્ષના કંગાળ દેખાવની નૈતિક જવાબદરી સ્વીકારી ગાંધી પરિવારના ત્રણેય સભ્યો રાજીનામાં આપવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. અહી નોંધવું જોઈએ કે પક્ષના પ્રમુખ પદેથી ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં નબળા દેખાવ માટે પોતે જવાબદારી સ્વીકારતા રાહુલ ગાંધીએ પદત્યાગ કર્યો હતો અને ત્યાર પછીસોનિયા ગાંધી આ જવાબદારી કામચલાઉ રીતે નિભાવી રહ્યા છે.

વધુ વાંચો: વિધાનસભા ચુંટણી: કોંગ્રેસનો કંગાળ દેખાવ, પક્ષને મનોમંથનની જરૂર

કોંગ્રેસમાં જુથવાદ અને ગાંધી પરિવારના ઓસરી રહેલા જાદુ અંગે પક્ષના ટોચના ૨૩ જેટલા નેતાઓએ અગાઉ પત્ર પાઠવી, આ પત્ર જાહેરમાં મીડિયામાં મોકલી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ નેતાઓમાં કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ ઘટના પછી પણ પક્ષમાં મોટા ફેરફાર નહી થતા ઉત્તર પ્રદેશમાં જીતેન પ્રસાદ, મધ્ય પ્રદેશની જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ પક્ષ છોડી ભાજપમાં ભળી ગયા છે.

CWCમાં ૫૬ જેટલા સભ્યો છે આ ઉપરાંત, અન્ય ખાસ આમંત્રિત સભ્યો પણ તેમાં હાજરી આપે છે.