×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

DRI: અમદાવાદ એરપોર્ટ ઉપરથી 4.5 કિલો હેરોઈન સાથે એક વિદેશી પકડાયો


- ગુજરાતમાં પોલીસે બે વર્ષમાં દૈનિક રૂ.50.71 લાખના ડ્રગ્સ પકડ્યા 

અમદાવાદ : ડીરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ આજે અમદવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી એક વિદેશી નાગરિક પાસેથી ૪.૫ કિલોગ્રામ હેરોઈન જપ્ત કરી તેની ધરપકડ કરી હતી.

ગુજરાત રાજ્ય દિવસેને દિવસે નશીલા પદાર્શથી હેરફેર અને સંભવિત રીતે તેના ઉપયોગ માટે દેશનું કેન્દ્ર બની રહ્યું હોય એવા સંકેત મળી રહ્યા છે. ગત સપ્તાહે જ ગુજરાત સરકારે વિધાન્સ્બાહમાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં દૈનિક રૂ.૫૦.૭૧ લાખના ડ્રગ્સ ગુજરાત પોલીસ અને તેને સંબંધિત એજન્સીએ રાજ્યભરમાંથી પકડ્યા છે.

DRIના સુત્રોએ જણાવ્યું હતું કે આજે એક વિદેશી નાગરિક પાસેથી રૂ.૩૨ કરોડ મૂલ્યના ૪.૫ કિલોગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. તપાસ દરમિયાન પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

DRIએ વધુમાં જણાવ્યું હતું કે પાછલાદિવસોમાં વિવિધ તપાસ, શ્રેણીબદ્ધ દરોડા દરમિયાન ક્યુલ રૂ.૧૩૦ કરોડના નશીલા પદાર્થ કે ડ્રગ્સ પકડી લેવામાં આવ્યા છે અને આ કેસમાં કુલ આઠઆફ્રિકન વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

દરમિયાન,એક લેખિત સવાલના જવાબમાં રાજ્ય સરકારે ગુરુવારે વિધાનસભામાં રજુ કરી હતી.

રાજ્યમાં કેવા નશીલા પદાર્શ પકડાયા



સૌથી વધુ નશીલા પદાર્થ ઝડપાયા હોય એવા જીલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા મોખરે છે જયારે આ પછી સરહદી જીલ્લો કચ્છ આવી છે. રાજ્યના સૌથી મોટા ચાર સહેરો– અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા – પણ સૌથી વધુ નશીલા પદાર્થ પકડાયા હોય એવી યાદીમાં આવી જાય છે.આ ગુનાઓમાં સંડોવાયેલા ૪૦૪૬ આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે. પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ જ રાજ્યની સરહદોથી દારૂનો ગેરકાયદેસર જથ્થોા રાજ્યમાં ઠાલવવામાં આવે છે અને રાજ્યના યુવાધનને રોજગારીના બદલે બરબાદીમાં ધકેલવાનું ષડયંત્ર ચાલે છે.

ગુજરાતમાં નશામાં ટોપ 10