×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

LIC પબ્લિક ઇસ્યુને સેબીની મંજુરી: હવે IPO અંગે નિર્ણય કેન્દ્ર સરકાર લેશે


અમદાવાદ, તા. 09 માર્ચ 2022, બુધવાર

દેશની સૌથી મોટી ઇસન્યુરન્સ કંપની લાઇફ ઇનસ્યુરન્સ કોર્પોરેશન (LIC કે જીવન વીમા નિગમ)ના 31.62 કરોડ શેરના ઈસ્યુને માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંજૂરી આપી છે. પોતાના હિસ્સાના પાંચ ટકા શેર વેંચી કેન્દ્ર સરકાર રૂ 66,000 કરોડ એકત્ર કરવાની ઈચ્છા ધરાવે છે. જોકે યુક્રેન ઉપર રશિયાના હુમલાના કારણે આ પબ્લીક ઇસ્યુ ઉપર જોખમ ઉભુ થયુ છે. આઇપીઑ માર્ચ પહેલા લાવવો કે આગામી નાણાકીય વર્ષમાં તેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.

સેબી સમક્ષ તા. 26 ફેબ્રુઆરીએ ફાઈલ કરેલા દસ્તાવેજ અનુસાર LIC નું મૂલ્ય રૂ.5,39,686 કરોડ આંકવામાં આવ્યું છે અને કુલ પ્રીમિયમ આવકની દ્વષ્ટિએ કંપની વિશ્વમાં પાંચમા ક્રમે આવે છે.

એલઆઇસીના કુલ 31.62 કરોડ શેરનો પબલિક ઇસ્યુ આવશે.

કુલ શેરમાંથી કર્મચારીઓને પાંચ ટકા અને પોલિસી ધારકોને 10 ટકા શેર ઑફર કરવામાં આવશે. પોલિસી ધારક કે કર્મચારી રૂ. બે લાખથી વધુની વ્યકિત ગત અરજી કરી શકશે નહિ.

જેટલા શેર ઑફર કરવામાં આવ્યા છે તેના આધારે કેન્દ્ર સરકારના રૂ. 75,000 કરોડ એકત્ર કરવા માટે શેરનો ભાવ 2389થી 2474 વચ્ચે રહે એવી શક્યતા છે. આ ભાવની સ્ત્તવર જાહેરાત ઇસ્યુ ખોલવાના આગેલા દિવસે થશે.

ઇસ્યુ પછી કંપનીનું બજાર મૂલ્ય રૂ. 12 લાખથી 15 લાખ કરોડ રહે એવી શક્યતા છે. જો આમ થાય તો કંપની દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં પ્રથમ 1થી 3 સ્થાન ધારણ કરશે.