×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અંતે યુએસ-યુકેએ રશિયા પર 'ક્રૂડ બોમ્બ' ઝીંક્યો : ઓઈલની આયાત પર પ્રતિબંધ


ભાવ 300 ડોલરને આંબી જવાની રશિયાની ચીમકી

ક્રૂડ પ્રતિબંધોમાં યુરોપ જોડાયું નહીં : ક્રૂડ પર પ્રતિબંધથી રશિયાની દૈનિક નિકાસમાં ચાર લાખ બેરલનો ઘટાડો થશે

રશિયન ક્રૂડ પર પ્રતિબંધ વૈશ્વિક બજારો માટે વિનાશક : રશિયાના નાયબ પીએમ

અમેરિકામાં પહેલીવાર ગેસોલીન ગેલને રૂા. 321ને પાર

વોશિંગ્ટન/લંડન : રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી પશ્ચિમી દેશોએ રશિયન આૃર્થતંત્ર પર સકંજો કસવા માટે અનેક આિર્થક પ્રતિબંધો મૂક્યા હતા. તેમ છતાં રશિયન પ્રમુખ પુતિન કોઈને ગાંઠયા નથી અને તેમણે યુક્રેન પર આક્રમણ ચાલુ રાખ્યું છે.

આવા સંજોગોમાં રશિયાના ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ મૂકવાની યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીની માગણીને અંતે સ્વીકારી લેતાં અમેરિકા અને બ્રિટને મંગળવારે રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.

સામે છેડે યુરોપની ક્રૂડ ઓઈલની 40 ટકા માગ પૂરી કરતાં રશિયાએ પણ ચીમકી આપી હતી કે તેના ક્રૂડની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ ઓછામાં ઓછા 300 ડોલરને આંબી જશે. ક્રૂડ ઓઈલના ભાવ વધશે તો રશિયા જ નહીં વૈશ્વિક આૃર્થતંત્રો પણ મુશ્કેલીમાં મુકાશે.

રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી જ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી રશિયન ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ મુકવાની માગણી કરતા હતા. જોકે, આ પ્રકારના પ્રતિબંધોથી ખાસ કરીને યુરોપના દેશો ઘેરી આિર્થક કટોકટીમાં મુકાશે તેવી ચિંતાના પગલે પશ્ચિમી દેશોએ રશિયા પર ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ નહોતો મૂક્યો. પરંતુ અનેક આકરા આિર્થક પ્રતિબંધો છતાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ઝુક્યા નથી.

તેમણે યુક્રેન પર હુમલા કરવાનું બંધ નહીં કરતાં લાંબા સમયથી જેની અટકળો સેવાતી હતી તેનો અમેરિકા અને બ્રિટને મંગળવારે નિર્ણય લીધો હતો. જોકે, અમેરિકા અને બ્રિટનના આ નિર્ણયમાં યુરોપના અન્ય દેશો જોડાયા નહોતા. રશિયાના ક્રૂડ પર પ્રતિબંધોનો આૃર્થ એ છે કે રશિયાની દૈનિક 50 લાખ બેરલ ક્રૂડની નિકાસમાંથી 8 ટકા એટલે કે ચાર લાખ બેરલ ક્રૂડની નિકાસ અટકી જશે.

રશિયાના ક્રૂડતેલ પર બંધી લાદવા  અમેરિકા તથા યુરોપ દ્વારા  વિચારણાના માહોલમાં  વ્યાપક ઉછળકૂદ વચ્ચે વિશ્વ બજારમાં  બ્રેન્ટ ક્રૂડના ભાવ સોમવારે બેરલદીઠ  ઉંચામાં  139થી 140 ડોલર સુધી  14 વર્ષની  ટોચે  પહોંચી ગયા હતા. ત્યાર પછી તે ઘટીને 123થી 124 ડોલર થયા હતા.

જોકે, રશિયાના ક્રૂડનો પુરવઠો વિશ્વ બજારમાં  ઘટશે તો  શોર્ટ સપ્લાયની  સિૃથતિ ઊભી  થશે એવી ગણતરી વચ્ચે  મંગળવારે ફરી ક્રૂડના ભાવમાં ઊછાળો આવ્યો હતો અને તે 128 થી 129 ડોલર રહ્યા હતા. યુરોપની ક્રૂડતેલની કુલ માગ પૈકી આશરે 40 ટકા માગ રશિયા  પુરી કરે છે. રશિયાના ક્રૂડતેલની  આયાત  પર યુરોપ  તથા અમેરિકા  દ્વારા પ્રતિબંધ મૂકાશે તેવી ગણતરી  વચ્ચે  મંગળવારે ભાવ  ઉંચકાયા હતા.

વધુમાં અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રશિયામાં ક્રૂડ ઓઈલ તથા ગેસની આયાત બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. રશિયાથી ક્રૂડનો જથૃથો  વિશ્વ બજારમાં   નહિં  જાય તથા  રશિયા-જર્મની વચ્ચેની  પાઈપલાઈન ખોરવાશે  તો  ક્રૂડ ઓઈલના  ભાવ વૈશ્વિક સ્તરે ઉછળી  પ્રતિ બેરલ ઓછામાં ઓછા 300 ડોલર થઈ જવાની  રશિયાએ  ચેતવણી  ઉચ્ચારી હતી. 

રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું કે, એક બાબત સ્પષ્ટ છે કે રશિયન ક્રૂડ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી વૈશ્વિક બજાર ડામાડોળ થઈ જશે અને તેના વિનાશ પરિણામો આવશે. યુરોપ રશિયા પાસેથી જેટલું ક્રૂડ ખરીદે છે, તેની ભરપાઈ કરવામાં જ તેને એક વર્ષ કરતાં વધુ સમય લાગશે અને તેણે ઊંચી કિંમત ચૂકવવી પડશે.

જોકે, રશિયાની ચેતવણીની અવગણના કરીને પણ યુક્રેન પર આક્રમણના જવાબમાં અમેરિકન પ્રમુખ બાઈડને મંગળવારે રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. વ્હાઈટ હાઉસે કહ્યું કે રશિયાએ યુક્રેન પર અકારણ અને અયોગ્ય યુદ્ધની કાર્યવાહી કરી છે અને તેના માટે રશિયાને જવાબદાર ઠેરવવાની કાર્યવાહી કરવા અમેરિકા તૈયાર છે. 

રશિયા વિરૂદ્ધ આકરા આિર્થક પ્રતિબંધો લાદવા માટે બાઈડેન તંત્ર પર અમેરિકન સાંસદોનું દબાણ પણ વધ્યું છે. અમેરિકન પ્રમુખ બાઈડને જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાનો હુમલો માત્ર આ દેશ પર હુમલો નથી, પરંતુ યુરોપ અને વૈશ્વિક શાંતિ પર આક્રમણ છે. અમેરિકા ઉપરાંત બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોએ પણ રશિયા પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

બ્રિટનની શેલ કંપની રશિયાનું ક્ડ તેમજ ગેસ નહીં ખરીદે

બ્રિટનની એનર્જી જાયન્ટ શેલ કંપનીએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસની ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે. યુક્રેન પર હુમલાને લીધે રશિયા પર અમેરિકા સહિતના પશ્ચિમના દેશો દ્વારા કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. શેલ કંપનીએ જણાવ્યુ કે, યુક્રેન પર હુમલાને કારણે રશિયા પાસેથી ક્રૂડ-ગેસ ખરીદવાનું બંધ કરશે ઉપરાંત આંતરરાષ્ટ્રીય દબાણને પગલે રશિયામાં તેના સર્વિસ સ્ટેશન, એવિએશન ફ્યૂઅલ અને અન્ય કામગીરીઓ બંધ કરશે.