×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં થાળે પડતું જનજીવન, કોરોનાની ચોથી લહેરની શક્યતા નહિવત્


બે વર્ષ બાદ 27મીથી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રાબેતા મૂજબ શરૂ થશે

વાઇરસ સામે પહોંચી વળવા લોકોમાં એન્ટીબોડી વિકસીત થઇ ગઇ હોવાથી ચોથી લહેર નહીં આવે : વાઇરોલોજિસ્ટ ડો. જેકોબ જોન

દેશમાં 662 દિવસમાં પ્રથમ વખત દૈનિક કેસો ચાર હજારથી ઓછા, 24 કલાકમાં 108 લોકોના મૃત્યું, એક્ટિવ કેસ 50 હજારની નીચે પહોંચ્યા

આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોનમાંથી હવે નવો કોઇ વેરિઅન્ટ ન આવે તો કોરોનાની અસર ખતમ થઇ જશે

નવી દિલ્હી : ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. નિષ્ણાતોએ કહ્યું છે કે હવે ભારતમાં કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતાઓ નહિવત છે. એટલે કે કોરોના વાઇરસ હવે હંમેશને માટે ખતમ થઇ શકે છે.

દરમિયાન ભારતમાં છેલ્લા 662 દિવસમાં પ્રથમ વખત કોરોના વાઇરસના દૈનિક કેસ સૌથી ઓછા માત્ર 3993 સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસો પણ હવે 50 હજારથી પણ ઓછા છે. એટલે કે ભારતમાં કોરોના વાઇરસ હવે ખતમ થવા તરફ છે. જેને પગલે જનજીવન થાળે પડી રહ્યું છે અને આૃર્થતંત્ર પણ પાટા પર આવી રહ્યું છે.   

કોરોના વાઇરસના દૈનિક કેસો એકદમ ઘટી ગયા છે ત્યારે જાણીતા વાઇરોલોજિસ્ટ ડો. જેકોબ જોને કહ્યું છે કે ભારતમાં કોરોના વાઇરસની ત્રણ લહેરો આવી ચુકી છે. જોકે હવે ચોથી લહેર આવવાની શક્યતાઓ નહિવત છે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જો હવે નવો વેરિઅન્ટ ન આવે તો જ આ શક્ય છે. તેમણે કહ્યું કે મને પુરો વિશ્વાસ છે કે ભારતમાં હવે કોરોનાની ચોથી લહેર નહીં આવે.

મને લાગી રહ્યું છે કે કોરોના મહામારી હવે નબળી પડી ગઇ છે. અને એનડેમિકમાં ફેરવાઇ ગઇ છે. જે રીતે પુરા ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે આગામી એક સપ્તાહમાં કેસો સામ નિચલા સ્તર પર પહોંચી જશે. 

તેમણે કહ્યું હતું કે એનડેમિક એક એવી સિૃથતિ છે જેમાં લોકો વાઇરસની સાથે જીવતા શીખી જાય છે. અને વાઇરસ સામે પહોંચી વળવા મહત્વપૂર્ણ ગણાતી એન્ટીબોડી લોકોની અંદર વિકસીત થઇ જાય છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે કોરોનાની ત્રીજી લહેર નહીં આવે પણ આવી હતી, આ અંગે જવાબ આપતા ડો. જોને કહ્યું હતું કે જો ઓમિક્રોન નામનો વેરિઅન્ટ ન આવ્યો હોત તો કોરોનાની ત્રીજી લહેર પણ ન આવી હોત.

અત્યાર સુધીમાં કોરોનાના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવી ચુક્યા છે. એવામાં જો આમાંથી કોઇ નવો વેરિઅન્ટ હવે સામે આવે તો સિૃથતિ બદલી શકે છે. પણ તેની શક્યતાઓ બહુ જ ઓછી છે.  બીજી તરફ કોરોનાના દૈનિક કેસો ચાર હજારની નીચે પહોંચી ગયા છે જ્યારે અન્ય દેશોમાં પણ કેસો નહિવત જેવા જ છે ત્યારે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થવા જઇ રહી છે.

કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે આગામી 27મી માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રાબેતા મૂજબ પહેલાની જેમ જ ફરી શરૂ થઇ જશે. જેને પગલે એરલાઇન્સ ક્ષેત્રમાં ફાયદો થવાની શક્યતાઓ છે અને લોકોને પણ અન્ય દેશોમાં જવાનું કે પરત ભારત આવવાનું વધુ સરળ બની રહેશે. છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરાઇ હતી. 

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થઇ રહ્યો છે તે જોતા 27મી માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતમાં કોરોનાના દૈનિક કેસો છેલ્લા આશરે બે વર્ષમાં સૌથી નીચે એટલે કે માત્ર ચાર હજારથી પણ ઓછા સામે આવ્યા છે.

જ્યારે એક્ટિવ કેસો પણ છેલ્લા 664 દિવસમાં પ્રથમ વખત 50 હજારની નીચે પહોંચ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 108 લોકોના મોત નિપજ્યા હતા અને કુલ મૃત્યુઆંક 5,15,210એ પહોંચ્યો છે. તેવી જ રીતે કુલ કેસોની સંખ્યા હાલ 4,29,71,308એ પહોંચી છે. આમ દેશમાં હવે કોરોના વાઇરસ ધીમે ધીમે નાબુદ થઇ રહ્યો છે અને આૃર્થતંત્ર ફરી પાટા પર આવી રહ્યું છે.