×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફરી ઉપલા મથાળેથી શેરબજાર ધડામ : સેન્સેકસ 400 અંક તૂટ્યો, રિલાયન્સ-બેંકોએ સર્જ્યું દબાણ


નવી દિલ્હી, તા. 08 માર્ચ, 2022, મંગળવાર 

નબળા વૈશ્વિક સંકેતોને પગલે ભારતીય શેરબજારની શરૂઆત સપ્તાહના બીજા દિવસે પણ મંદ રહી હતી. મંગળવારે પણ ઈન્ડેકસ 0.50%થી વધુના ઘટાડા સાથે ખુલ્યાં હતા પરંતુ બજારમાં પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો હતા. 11 વાગ્યાના સુમારે ઈન્ડેકસ પોઝીટીવ થયા હતા પરંતુ ફરી મધબપોરે બેંચમાર્ક ઈન્ડાયસિસ ઈન્ટ્રાડે લો પર પહોંચ્યા છે.

12 વાગ્યે બીએસઈ સેન્સેકસ 474 અંકોના કડાકા સાથે 52,368ના સ્તરે અને નિફટી 50 ઈન્ડેકસ પણ 141 અંકોના કડાકે 15,721ના સ્તરે કામકાજ કરી રહ્યાં છે. IT શેરોની મક્કમ ચાલને પગલે ઈન્ડેકસને સામાન્ય સપોર્ટ સવારે મળી રહ્યો હતો પરંતુ  બેંકો અને રિલાયન્સની પીછેહઠને કારણે તેજી ગુમાવીને ઈન્ડેકસ નેગેટીવ ઝોનમાં સર્કયા છે.


આજે સૌથી વધુ દબાણ બેંકો તરફથી જ સર્જાઈ રહ્યું છે. બેંક નિફટી ઈન્ડેકસ 521 અંક, 1.59%ના કડાકે 32,343ના લેવલે દિવસના તળિયે પહોંચ્યું છે. ઈન્ડેકસના 12માંથી 5 શેર જ તેજી સાથે કામકાજ કરી રહ્યાં છે. HDFC બેંક અને એક્સિસ બેંક સૌથી વધુ દબાણ સર્જી રહ્યાં છે.

બ્રોડર માર્કેટની વાત કરીએ તો માર્કેટ બ્રેડ્થ આજે સામાન્ય પોઝીટીવ છે. 1346 ઘટનારા શેરની સામે 1802 શેર વધીને કામકાજ કરી રહ્યાં છે. 197 શેરમાં અપર સર્કિટ અને 188 શેરમાં લોઅર સર્કિટ લાગી છે. 64 શેરમાં 52 સપ્તાહનો હાઈ તો 62 શેરમાં 52 સપ્તાહનું તળિયું જોવા મળી રહ્યું છે.